માવઠું / ઉનાળો આવે કે ન આવે, માવઠું ગુજરાતને નહીં છોડે, આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ

unseasonal rain in Gujarat farmer corp fail due to rain

ઉનાળાની શરૂઆત પહેલા રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ત્યારે અમદાવાદ, ભાવનગર, મહેસાણા, બનાસકાંઠા, જૂનાગઢ, દ્વારકા, કચ્છના લખપત, સુરેન્દ્રનગરના લીંબડી અને મોરબીના હળવદમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા. એકાએક વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ચોમાસું પાક બગડ્યા બાદ હવે આ કમોસમી વરસાદથી શિયાળું પાક પણ બગાડે તેવું સ્થિતિ સર્જાઈ છે. જીરા, ઘઉં, ધાણાના પાકને ભારે નુકસાન થઈ શકે છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ