બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / unseasonal rain in Gujarat December 2019

વરસાદ / ગુજરાતમાં આકાશમાંથી ખેડૂતોની બરબાદી (કમોસમી વરસાદ) વરસી: ઘઉ અને ચણાના પાકનું સત્યાનાશ

Gayatri

Last Updated: 09:27 AM, 13 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ખેડૂતોને આ વર્ષે વરસાદનું ગ્રહણ લાગ્યુ છે હાલ ઠંડી પડે તો ઘઉં સારા થાય અને ચણા પણ જોર પાકે પણ તેની સાથે વરસી રહ્લો વરસાદ ખેડૂતોની બરબાદી લાવી રહ્યો છે. કમોસમમી વરસાદે ખેડૂતોની કમર જ ભાંગી નાંખી છે. ઠાર પડે તો  ઘઉં અને ચણાનો પાક સારો થાય પણ વરસાદ તો ખેડૂતોને માથે કાળ બનીને બેઠો છે.

  • રાજ્યભરમાં રવીપાકને કમોસમી વરસાદ ઘમરોળશે
  • વરસાદ બાદ છવાયુ ધુમ્મસ
  • ખેડૂતો માટે કમોસમી વરસાદ કાળ સમાન

ચોમાસામાં ભારે વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી હતી, હવે ભર શિયાળે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અચાનક ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે રવી પાકને મોટા પાયે નુકશાન પહોંચ્યા છે. શિયાળામાં વરસાદ પડતા શહેરીજનો ઠંડીથી ઠુંઠવાયા છે. તો ખેડૂતોના માથે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. 

ઉત્તર ગુજરાત તરબોળ

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જીલ્લાના પોસાની પંથકમાં ઝરમર વરાસાદ તો બનાસકાંઠાના ડીસામાં પણ વરસાદ વરસ્યો છે. આ બાજુ પાટણ જીલ્લામાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અીં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જિલ્લાના સાંતલપુર, વારાહી અને રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે

બનાસકાંઠામાં કમોસમી વરસાદ બાદ કાળુ ધુમમ્સ

બનાસકાંઠામાં કમોસમી વરસાદ કાળ બનીને આવ્યો હવે બનાસકાંઠામા વહેલી સવારથી ધુમ્મસ છવાયુ છે. ધુમમ્સના કારણે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી જોવા મળી રહી છે. ભરશિયાળે ચોમાસાનું વાતાવરણ સર્જાયુ છે. અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેતીને ભારે નુકસાન થયુ છે. 

ગીર સોમનાથના વેરાવળ અને સૂત્રાપાડામાં કમોસમી વરસાદ

ગ્રામ્ય પંથકમાં રાત્રે સામાન્ય વરસાદી ઝાપટું આવ્યુ હતુ જેને કારણે ઉભો મોલ વિલાઈ ગયો છે. સૂત્રાપાડા અને વેરાવળમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ., 
વરસાદી ઝાપટાથી ઘઉં-ચણાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 

કચ્છડો બારેમાસ

કચ્છમાં પણ કમોસમી વરસાદે હાલ બેહાલ કર્યા છે. કચ્છના સરહદી વિસ્તારના લખપત, અબડાસા, માંડવી અને ખાવડામાં અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. લખપત તાલુકામાં ગત મધરાત્રીથી કમોસમી વરસાદ શરૂ થયો છે. તાલુકાના દયાપર, ઘડુલી, વર્માનગર, દોલતપર, મેઘપર, નારાયણ સરોવર સહિતના વિસ્તારમાં મોડી રાત્રે વરસાદી ઝાપટુ પડ્યું હતું. વરસાદ એટલો જબરદસ્ત હતો કે, રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Fog in Gujarat damage crops unseasonal Rain in Gujarat કમોસમી વરસાદ ધુમ્મસ રવી પાક unseasonal rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ