બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / unseasonal Rain in Gujarat crop destroy in farm March 2020

માવઠું / ખેડૂતો માટે આકાશમાંથી આફત ઉતરી, કમોસમી વરસાદે રાતા પાણીએ રોવડાવ્યા

Gayatri

Last Updated: 12:36 PM, 6 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને થયેલા નુકસાન મામલે કિસાન સંઘ બાદ હવે કોંગ્રેસ કિસાને પણ સહાયની માગ કરી છે. રાજ્યમાં થયેલા માવઠાને લઈને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ નિવેદન આપ્યું છે કે, ચોમાસુ બાદ રવિ પાકમાં પણ ખેડૂતો પાયમાલ થયા છે.

  • કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન
  • કોંગ્રેસ કિસાનની સહાયની માગ
  • ખર્ચ, વળતર, મજૂરી ચૂકવવાની માગ

ચોમાસુ પાકમાં નુકસાનને લઈને સરકારે 3795 કરોડની જાહેરાત કરી હતી

ઘઉં, ચણા, ધાણા, જીરું, રાઈ, રાયડો, બાગાયતમાં કેરી, દાડમ, ચીકુના પાકને પણ નુકસાન થયું છે. ખેડૂતોને પડતર ખર્ચ, મજૂરી જેટલુ વળતર આપવાની કોંગ્રેસ કિસાને માગ કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, ચોમાસુ પાકમાં નુકસાનને લઈને સરકારે 3795 કરોડની જાહેરાત કરી હતી.

સરકાર પાસે પડેલા 2566 કરોડની રવિ પાકમાં સહાય ચૂકવવાની માગ

જોકે સરકાર દ્વારા માત્ર 1229 કરોડ જ ચૂકવવામાં આવ્યા. સરકાર પાસે પડેલા 2566 કરોડની રવિ પાકમાં સહાય ચૂકવવાની માગ કરાઈ છે. સર્વે કર્યા વગર સરકારે સહાય ચૂકવવા માટે કિસાન કોંગ્રેસ સેલે માગ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Crop Destroy farmer march 2020 unseasonal Rain in Gujarat unsesonal કમોસમી વરસાદ કિસાન ખેડૂત માર્ચ 2020 unseasonal rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ