ગુજરાતમાં હવામાન વિભાગે 25મી માર્ચે વરસાદની આગાહી કરી હતી પરંતુ ગુજરાતમાં રાજકોટના ગોંડલ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં ગઈકાલથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ કોરોના વાયરસની ભીતિ અને વળી વરસાદ રોગચાળો નોતરી શકે છે.
હવામાનમાં આવ્યો પલટો, ગોંડલ પંથકમાં વરસાદ
ગોમટા, ચરખડી, વોરાકોટડા સહિતના ગામમાં વરસાદ
ઘઉં, ચણા સહિતના પાકને નુકસાન
રાજકોટના ગોંડલમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલમાં એકા એક વાતાવરણ પલટાયું હતું અને વરસાદ ખાબક્યો હતો. ગોમટા, ચરખડી, વોરાકોટડા સહિતના ગામમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગે આગામી 25 માર્ચના થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 25 માર્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમા આવશે વાતાવરણમાં પલટો આવનાની શક્યતા રહેલી છે. પણ ગુજરાતમાં તો 21મી માર્ચથી જ સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસી ગયુ છે.
ઉત્તર ગુજરાતમાં આવશે વરસાદ
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ ખેડૂતોના રહ્યા સહ્યા પાકને પણ તહેંસ નહેસ કરવા આવી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ઘઉં, ચણા સહિતના પાકને ભારે નુકસાનની શક્યતાઓ છે. તો બીજી તરફ વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી