બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unseasonal rain in Banaskantha for second consecutive day

કઠણાઈ / બનાસકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદ આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો, અંબાજી મંદિરમાં ભક્તોને પણ પડી હાલાકી

Mahadev Dave

Last Updated: 05:09 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માવઠાની આગાહી વચ્ચે બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં આજે બીજા દિવસે પણ મેઘાવી માહોલ છવાયો હતો. જેને લઇને અંબાજી મંદિરના દર્શનાર્થીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. તો બાજરી સહિતના ખેડૂતોના પાકને નુકસાન થતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.

  • બનાસકાંઠામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ
  • અંબાજી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
  • બાજરીના પાકનો સોથ વળી ગયો

અંબાજીમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો હતો. ગઈકાલે ધોધમાર વરસાદ બાદ આજે પણ અંબાજી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જેથી મંદિરમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ  ભીંજાયા હતા આમ તેને પણ હાલાકી ભોગવવાની નોબત આવી હતી.

માવઠાએ ગુજરાતના ખેડૂતોની રીતસરની માઠી બેસાડી છે. અવારનવાર માવઠાની અસર જોવા મળતા મોટા ભાગના જિલ્લામા ઉનાળુ ખેતી પાકને નુકસાન થવા પામ્યું છે. તેવા બનાસકાંઠામાં કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિને લીધે તૈયાર બાજરીના પાકનો શોથ વળી ગયો છે. વાવાઝોડું અને વરસાદને લઈને ઉભો પાકો જમીન દોસ્ત થતાં નુકસણીની લીધે ખેડૂતોને કાળજા ચિરાઈ જાય તેવા ઘા લાગ્યા છે.

આભ ફાટ્યું ત્યાં થિંગડું કયા મારવું?

બનાસકાંઠામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ  જોવા મળી રહ્યો છે. ગઈકાલે (તા.2 મે) પાલનપુર પંથકમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસતા અનેક જગ્યાએ નુકસાનીના અહેવાલ જોવા મળ્યા હતા પાલનપુર પંથકમાં વાવાઝોડું અને વરસાદને લઈને ખેડૂતોના ઉનાળો સિઝનમાં ઉભેલા બાજરીના પાકને સૌથી મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ લોહી પરસેવો રેડીને મહેનત થકી તૈયાર કરેલો બાજરીનો પાક ખેતરોમાં પડી ગયો છે. આથ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને આભ ફાટ્યું ત્યાં થિંગડું કયા મારવું તેવી હાલત ઉભી થઇ છે.


બાજરીનો પાક સંપૂર્ણ સાફ
મહત્વનું છે કે બનાસકાંઠામાં ગત  શિયાળા દરમિયાન પણ માવઠા થતાં મગફળી, જીરું, બટાકા સહિતના ખેડૂતોનો પાક નિષફળ ગયો હતો. જેનું હજુ કળ વળી નથી ત્યા ફરી ઉનાળે પણ આ વખતે કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને ખેડૂતોના જે તૈયાર પાક હતા તેમાં નુકસાન થયું છે. બાજરીમા હાલ થોડા દિવસમાં જ્યારે લણણી કરવાની તૈયારી જ હતી. ત્યાં માવઠું કીયે મારું કામ જેથી બાજરીનો પાક સંપૂર્ણ સાફ થઈ ગયો છે. નુકસાની માટે તાત્કાલિક સર્વે કરી સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple Banaskantha બાજરીનાં પાકને નુકસાન માવઠું મેઘાવી માહોલ rain in banaskantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ