બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / unseasonal rain forecast in Gujarat today

હવામાન વિભાગ / ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી: આજે ફરી ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં થશે મેઘરાજાની એન્ટ્રી, જુઓ ક્યાં-ક્યાં

Last Updated: 08:03 AM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ફરી ગુજરાતના કેટલાંક વિસ્તારમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા રાજ્યના ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે.

  • રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
  • અમદાવાદ, ભરૂચમાં વરસાદની આગાહી
  • 2 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

એક તરફ રાજ્યમાં શિયાળાની ઠંડી જમાવટ કરી રહી છે તો બીજી બાજુ ભર શિયાળે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. છેલ્લા કેટલાંક દિવસથી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. ત્યારે આજે ફરી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.

2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે
આજે ફરી હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, હાલ અમદાવાદમાં 19 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, નલિયામાં 14.4 ડિગ્રી તો ભુજમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કેટલાંક દિવસથી ઠંડીની સાથે-સાથે દિવસ દરમિયાન પણ હૂંફાળા વાતાવરણનો પણ અહેસાસ થાય છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં દિવસ અને રાત્રિનું તાપમાન નીચું જઈ રહ્યું છે. જોકે બીજી બાજુ હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશન બનતા માછીમારોને પણ દરિયો ખેડવા અંગેની સૂચના આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal rains gujarat rain unseasonal Rain in Gujarat કમોસમી વરસાદ કમોસમી વરસાદની આગાહી Gujarat Rain
Dhruv
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ