બ્રેકિંગ ન્યુઝ
VTV / Unprovoked ceasefire violations by pakistan loc terrorist infiltration
Juhi
Last Updated: 06:11 PM, 15 September 2019
ADVERTISEMENT
આંકડાઓ અનુસાર, કોઇ પણ કારણ વગર પાકિસ્તાને આ વર્ષે 2050 થી વધારે વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે જેમાં 21 ભારતીયોની મોત થઇ ચૂકી છે. ભારત પણ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહ્યુ છે.
ADVERTISEMENT
MEA:We've repeatedly called upon Pak to ask its forces to adhere to 2003 ceasefire understanding&maintain peace&tranquility along LoC &international border. Indian forces exercise maximum restraint&respond to unprovoked violations&attempts at cross border terrorist infiltration https://t.co/sbpz53UvA3
— ANI (@ANI) September 15, 2019
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ સંબંધમાં પાકિસ્તાનને કહેવામાં આવી ચૂક્યુ છે કે, તેઓ પોતાના સુરક્ષાબળોને 2003ના સંઘર્ષવિરામનુ પાલન કરવાનું કહે. પાકિસ્તાનને LoC અને આંતરારાષ્ટ્રીય સીમા પર શાંતિ બનાવી રાખવી જોઇએ. સેના પાકિસ્તાનના દરેક સીઝફાયર ઉલ્લંઘનનો જવાબ આપી રહી છે અને આંતકવાદીઓને ઘુસપેઠ રોકી રહી છે.
આ પહેલા આંતકવાદના મુદ્દા પર રક્ષામંત્રી રાજનાથ સિંહે નિવેદન આપતા કહ્યુ કે, ''પાકિસ્તાને આંતકવાદ પર લગામ લાગવી જોઇએ, નહી તો કોઇ પણ તેણે ટૂકડામાં તોડવા માટે નહી રોકી શકે. ભારતમાં અલ્પસંખ્યક સુરક્ષિત હતા, સુરક્ષિત છે અને સુરક્ષિત રહેશે. ભારતમાં જાતિ કે ધર્મના આધાર પર લોકોને વિભાજિત નથી કરવામાં આવતા.'' રાજનાથ સિંહે આગળ કહ્યુ કે, ''આર્ટિકલ 370 રદ્દ કરવાના ભારતના આ નિર્ણયને પાકિસ્તાનને પચાવી નથી શક્યુ, આજ કારણે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં ગયું અને ગુમરાહ કરવાનો પ્રયત્ન પણ કર્યો.''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.