જો તમે EPFOના પેન્શનધારક છો તો તમારા માટે એક જરૂરી એલર્ટ છે. હકીકતમાં EPFOએ તેના પેન્શનરને એક ખાસ અપીલ કરી છે. EPFOએ કહ્યું છે કે, જે પેન્શનરની પેન્શન શરૂ થયાને એક વર્ષથી ઓછો સમય થઈ રહ્યો છે તેમણે નવેમ્બર 2020માં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની જરૂર નથી.
પેન્શનધારકો માટે કામના સમાચાર
આ લોકોએ સર્ટિફિકેટ જમા કરાવવાની જરૂર નથી
EPFOએ જારી કર્યું એલર્ટ
EPFO મુજબ આ નિયમ એવા લોકો માટે પણ લાગુ થાય છે જે લોકોએ લાઈફ સર્ટિફિકેટ ડિસેમ્બર 2019 અથવા એ પછી જમા કર્યો છે. મતલબ કે આવા લોકોએ નવેમ્બર મહિનામાં લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરે તો કોઈ સમસ્યા નહીં થાય.
તમને જણાવી દઈએ કે, દર વર્ષે પેન્શનરને લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું પડે છે અને તેના દ્વારા જીવિત હોવાનું પ્રમાણ આપવું પડે છે. કોરોનાકાળમાં EPFOએ ભીડથી બચવા લોકોને આ સલાહ આપી છે.
જે લોકોને નવેમ્બરમાં જ જમા કરાવવું પડશે
જે લોકોને લાઈફ સર્ટિફિકેટ નવેમ્બર મહિનામાં જ જમા કરાવવું પડે એમ છે તેમણે ડિજિટલ વિકલ્પનો ઉપયોગ કરવો. તમે ઉમંગ એપ અથવા નજીકની બેંક શાખા પર જઈને પણ જમા કરાવી શકો છો.