બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Unnatural toilet errors can cause harm to our body

સાવચેતી / ટૉયલેટ જતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો જીંદગીભર પસ્તાશો

Krupa

Last Updated: 01:27 PM, 22 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમયથી શૌચાલય જવું એક તંદુરસ્ત વ્યક્તિની નિશાની છે, કારણ કે ટૉયલેટ જવાથી શરીરની બધી ગંદકી બહાર નિકળે છે. પરંતુ કેટલીક વખતે આપણે ટૉયલેટ જતી વખતે અમુક ભૂલો કરી બેસીએ છીએ. જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે.

  • ગંદા શૌચાલયનો ક્યારેય ઉપયોગ કરશો નહીં
  • યૂરિન ઈંફેક્શન થવાનું જોખમ રહે છે.
  • દરેક વ્યક્તિને ઓછામાં ઓછા દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જોઈએ.

ગંદા ટોયલેટનો ઉપયોગ કરવો

મુસાફરી દરમિયાન ઘણી વખત લોકો જાહેર શૌચાલયમાં ફ્રેશ થવા જાય છે. ગંદા શૌચાલયનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. ગંદા શૌચાલયમાં જવાથી યૂરિન ઈંફેક્શન થવાનું જોખમ રહે છે. જો તમારે કોઈ કારણોસર જાહેર શૌચાલયમાં જવું પડશે, તો સૌ પ્રથમ, તેમની બેઠક પર પ્રથમ પાણી રેડવું ભૂલશો નહીં. આમ તો આ દિવસો બજારમાં ઘણા એવા પ્રોડ્કટસ આવી ગયા છે કે, જેની મદદથી તમે જાહેર શૌચાલયમાં જઈ શકો છો, તમે સૌ પ્રથમ તમારી બેઠકને સાફ કરી શકો છો.

પેશાબની ગંધ

યૂરિનમાં ગંધ આવવાના બહુ ઘણા કારણ હોઈ શકે છે. જેમકે , દારૂના સેવન યૂરિન ઈંફેક્શન અને ડિહાઈડ્રેશન જેવા પેશાબમાં ખરાબ સુગંધ માટેના ઘણા કારણો હોઇ શકે છે. પ્રાઈવેટ પાર્ટની યોગ્ય રીતે સાફ ન કરવા પણ પણ પેશાબમાં ગંધ આવે છે. તમે તમારી જાતને રોગોથી દૂર રાખવા માંગતા હો, તો ઉપરોક્ત તમામ બાબતોનું ધ્યાન રાખો.

યૂરિન રોકવું 

ઘણા લોકોને ટેવ હોય છે કે તેઓ પેશાબ રોકીને રાખે છે. આ અમારા આરોગ્ય માટે ખૂબ જ ખરાબ છે. લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી કિડની પર ખરાબ અસર પડે છે. તમારી આ ટેવના લીધે હોઈ શકે તમને તમારી કિડનીથી  હાથ ધોવા પડે.

ઓછું પાણી પીવું

દરેક વ્યક્તિને ઓછામાં ઓછા દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. ઓછું પાણી પીવાથી, ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નિકળી ના શકે. જેના કારણે શરીરમાં ઘણા રોગો વધવા લાગે છે. તમે જોયું હશે કે પેશાબનો રંગ પીળો અથવા ઘટ્ટ થઈ જાય છે. તે ઓછી પાણી પીવાની નિશાની છે. તમારી સાથે જો આ  થઈ રહ્યું છે, તો પછી એક વાર તમે ડૉક્ટરની સલાહ મેળવો.

સંકળાયેલા મુદ્દાઓ

Health Toilet urine ઇન્ફેક્સન યૂરિન શૌચાલય alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ