બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / unlock gujarat st bus start from tomorrow in Gujarat

UNLOCK 1 / આવતીકાલથી ગુજરાતભરમાં ST બસ સેવા ધમધમશે : R C ફળદુ

Gayatri

Last Updated: 05:07 PM, 31 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલથી ગુજરાત UNLOCK 1 શરૂ થશે જેમાં તબક્કાવાર છૂટછાટો ચાલુ થશે. આ મામલે પરિવહન મંત્રી R C ફળદુએ જણાવ્યું હતુ કે અમદાવાદ ગાંધીનગર વચ્ચે ST સેવા શરૂ થશે અને કન્ટેનમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તારોમાં બસના પૈડા દોડશે.

  • આવતીકાલથી ગાંધીનગરમાં સરકારી કચેરીઓ શરૂ થશે
  • સચિવાલય સહિત સરકારી કચેરીઓ શરૂ થશે
  • અમદાવાદથી ગાંધીનગર ST બસ સેવા શરૂ થશે: ફળદુ

આવતીકાલથી ગાંધીનગરમાં સરકારી કચેરીઓ શરૂ થશે. સચિવાલય સહિત સરકારી કચેરીઓ શરૂ થશે. વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ કહ્યું કે અમદાવાદથી ગાંધીનગર ST બસ સેવા શરૂ થશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં બસ સેવા શરૂ થશે. 50 ટકા પેસેન્જરની કેપેસિટીથી બસ સેવા શરૂ કરાશે. પોઇન્ટ ટુ પોઇન્ટ ST બસ સેવા શરૂ થશે. પોઇન્ટ ટુ પોઈન્ટ બસ સેવા વચ્ચે ક્યાય ઉભી રહેશે નહીં અને બસમાં પેસેન્જરો ઉભા પણ રહી શકશે નહીં. મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.

જાણો શું ખુલ્લુ રહેશે શું બંધ?

ગુજરાતમાં ફરી એકવાર કોરોના પોઝિટિવનો આંક 400ને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના પોઝિટિવનાં 412 કેસ નોંધાયા છે. અને 27 લોકોનાં મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 621 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ પોઝિટિવ આંક 16356 થયો છે. 

રાજ્યમાં મોતનો કુલ આંક 1007 થયો છે.  રાજ્યમાં કુલ ડિસ્ચાર્જનો આંક 9230 પર પહોંચ્યો છે. એક દિવસમાં નોંધાયેલા 412 કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 284, સુરતમાં 55, વડોદરામાં 28, ગાંધીનગરમાં 12 અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બનાસકાંઠા-રાજકોટ-પંચમહાલ-સાબરકાંઠા 3-3, આણંદ-પાટણ-જામનગર-છોટા ઉદેપુરમાં 1-1, ભાવનગર-મહીસાગર-કચ્છ-પોરબંદર-અમરેલીમાં 1-1 કેસ નોંધાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus R C Faldu Unlock 1 covid 19 lockdown અનલોક 1 અનલોક ગુજરાત આર સી ફળદુ ગુજરાતમાં કોરોના coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ