કોરોના મહામારી વચ્ચે 13 ઓક્ટોબરથી દિલ્હીનું સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર ખૂલવા જઈ રહ્યું છે. સરકારી આદેશ અનુસાર કોરોનાની ગાઈડલાઈન સાથે જ મંદિરમાં સીમિત સંખ્યામાં સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં મ્યૂઝિક ફાઉન્ટન ખુલ્લો રહેશે, જ્યારે એક્ઝિબિશન હોલ બંધ રહેશે.
13 ઓક્ટોબરથી ખૂલશે દિલ્હીનું અક્ષરધામ મંદિર
ગાઈડલાઈનમાં જાણો શું ખૂલશે અને શું રહેશે બંધ
ગૃહમંત્રાલયે જાહેર કર્યા છે નિર્દેશ, નિયમનું પાલન જરૂરી
Delhi: Swaminarayan Akshardham Temple (file pic) to open from Oct 13 under strict COVID norms like mandatory mask use, thermal screening. A limited number of people will be allowed entry between 5 pm & 7 pm. Exhibition Hall to remain closed, only musical fountain to remain open. pic.twitter.com/gZAPxuWuLT
બંધ સ્થાનોમાં 200 વ્યક્તિની ક્ષમતાવાળી જગ્યાએ વધુમાં વધુ 50 ટકાને પરમિશન મળશે. મંદિરમાં પ્રવેશ કરતાં લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. આ સાથે જ હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ પણ અનિવાર્ય રહેશે. મંદિરમાં પ્રવેશતાં પહેલા લોકોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. કોરોના સંકટ પહેલા સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરમાં રોજ દિલ્હી-એનસીઆર, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં હજારો લોકો આવતા હતા.
આ છે મંદિરની ખાસિયત
અક્ષરધામ મંદિરને ગુલાબી, સફેદ આરસ અને બલુઆ પથ્થરથી બનાવવામાં આવ્યું છે. આ મંદિર બનાવવામાં સ્ટીલ, લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરને બનતાં આશરે 5 વર્ષ લાગ્યા હતા. શ્રીઅક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વમાં આ મંદિરને બનાવવામાં આવ્યું હતું. 100 એકર જમીનમાં ફેલાયેલા મંદિરના નિર્માણમાં 11 હજાર કારીગરોએ યોગદાન આપ્યું હતું. મંદિરને પાંચ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે.