બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / unlock 3 in Gujarat covid 19 guideline know new rules

UNLOCK 3 / આજથી ગુજરાતમાં અનલોક 3 લાગૂ ત્યારે આ બાબતો જાણવી જરૂરી

Gayatri

Last Updated: 01:23 PM, 1 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આજથી અનલોક 3 લાગૂ થયું છે ત્યારે આ અંગની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે જે જાણવી ખુબ જરૂરી છે. વળી આજથી ગુજરાતભરમાં ફરજિયાત માસ્ક અને જાહેરમાં થૂંકવા અંગેના પણ કડક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે.

  • આજથી અનલોક 3 લાગૂ
  • શું રહેશે ખુલ્લુ શુ રહેશે બંધ
  • આ આઠ જગ્યા નહીં ખુલે

અનલોક 3ની ગાઈડલાઈન બાદ ગુજરાતમાં પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. 

શું ખુલ્લું રહેશે શું બંધ

  • હોટલ રેસ્ટોરા રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
  • ગુજરાતમાં 1 ઓગસ્ટથી રાત્રી કફર્યૂમાંથી મુક્તિ
  • દુકાનો રાત્રિના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
  • SOP મુજબ જીમ અને યોગા સેન્ટર 5 ઓગસ્ટથી ખુલશે
  • અન્ય બાબતોમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરાશે

આ સ્થળોએ લોકડાઉન યથાવત 

  • શાળા કોલેજો, ટ્યુશન ક્લાસ નહીં ખુલે
  • સિનેમા હોલ નહી ખુલે
  • લોકમેળા નહીં થા.
  • તહેવારની ઉજવણી નહીં થા.
  • ધાર્મિક કાર્યક્રમો નહીં થાય
  • સ્વિમિંગ પુલ નહીં ખુલે
  • ખાનગી કાર્યક્રમો નહીં યોજી શકાય
  • ભીડ એકઠી નહીં કરી શકાય

શું છે કેન્દ્રની ગાઈડલાઈન

દેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણની વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક -3 માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન મુજબ 1લી ઓગસ્ટથી દેશભરમાંથી નાઈટ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. અને 5 ઓગસ્ટથી સામાજિક અંતર અને નિયમો સાથે જીમ અને યોગા સેન્ટરને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 31 ઓગસ્ટ સુધી સ્કૂલ – કોલેજ, મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ પહેલાની જેમ બંધ રહેશે.. સાથે જ જાહેર કે ખાનગી કાર્યક્રમો નહીં યોજી શકાય અને ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ રહેશે. સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ આગામી 1થી 31 ઑગસ્ટ દરમિયાન આ નિયમો લાગુ પડશે. જો કે ગાઇડલાઇન અનુસરીને લોકો 15મી ઑગસ્ટની ઉજવણી કરી શકશે. 31 ઓગસ્ટ,2020 સુધી કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન જાળવી રાખવાનું રહેશે. ફક્ત અત્યંત આવશ્યક હોય તેવી જ પ્રવૃત્તિઓને પરવાનગી આપવામાં આવશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Unlock 3 guidelines gujarat અનલોક કોરોના વાયરસ Unlock 3
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ