બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / unlock 3 august banking insurance new rules know impact for you

કામની વાત / લાગૂ થયા બેકિંગ, વીમા અને રસોઈ ગેસના નવા નિયમો, તમારા ખિસ્સા પર કરશે આવી અસર

Bhushita

Last Updated: 09:33 AM, 2 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા મહિનાની શરૂઆતમાં એટલે કે ઓગસ્ટમાં જ્યારે અનલોક 3 લાગૂ થયું છે ત્યારે આ મહિનામાં તમારા ખિસ્સા પર મોટી અસર થશે. તમારા બેંકિંગ, રસોઈ ગેસ, વીમા સહિત અનેક રોજિંદી ચીજોમાં પણ કેટલાક ફેરફાર આવ્યા છે. જાણી લો નવા મહિનમાં તમારે કઈ વાતોનું રાખવું પડશે ખાસ ધ્યાન.

  • ઓગસ્ટ મહિનામાં આવ્યા છે આ મોટા ફેરફાર
  • તમારી નાણાંકીય સ્થિતિને લઈને થયા આ ફેરફાર
  • વીમા, બેંકિગના નિયમો કરશે તમારા ખિસ્સા પર અસર

 

  • બેંક ઓફ મહારાષ્ટ્ર, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને આરબીએલ બેંકના ગ્રાહકોને હવે મિનિમમ બેલેન્સ ચાર્જ આપવો પડશે. કોરોના સંકટને કારણે દેશની અનેક બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ પર રાહત આપવાનું બંધ કર્યું છે. હવે ગ્રાહકોએ મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાનું રહેશે. 
  • વીમા કંપનીઓને રેગ્યુલેટ કરનારી સંસ્થા ઈરડાએ કાર-બાઈકના વીમા સાથે જોડાયેલા નિયમોમાં બદલાવ કર્યો છે. 1 ઓગસ્ટ 2020થી ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહન માટેનો થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ વીમાની જરૂર રહેશે નહીં. ઈરડાએ જૂનમાં લોન્ગ ટર્મ પેકેજ્ડ થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ વીમા પોલીસીનો નિયમ પરત લીધો છે. 

  • આ મહિને પીએમ કિસાન સન્માન નિધીનો છેલ્લો હપ્તો ખેડૂતોને મળી જશે. આ સ્કીમના આધારે ખેડૂતોને 6 હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવ્યા છે. આ વર્ષે કોરોનાના કારણે પહેલો હપ્તો એપ્રિલમાં અપાયો હતો.
  • તેલ કંપનીઓએ વિમાન ઈંધણનો ભાવ 3 ટકા વધાર્યો છે. વિમાન ટર્બાઈન ઈંધણના ભાવમાં 2 મહિનામાં પાંચમી વખત વધારો કરાયો છે. 

  • રસોઈ ગેસના ભાવ સામાન્ય રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઈએ બિન સબસિડાઈઝ્ડ 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1 રૂપિયો વધારીને 594 કરવામાં આવ્યો હતો.
  • રસોઈ ગેસની કિંમત ફેબ્રુઆરીમાં 858.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Banking Business News Changes Insurance Rules Unlock 3 ઓગસ્ટ નિયમ ફેરફાર બિઝનેસ ન્યૂઝ Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ