UNLOCK 1 / સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજથી અમદાવાદમાં મોલ ખુલ્લા મૂકાયા

અમદાવાદમાં આજથી મોલ શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે. ત્યારે શહેરના અનેક મોલ સરકારની ગાઇડલાઇન પ્રમાણે ખુલી ગયા છે. અમદાવાદનો હિમાલયા મોલ આજથી શરૂ થયો છે. તો મોલમાં 5 જેટલા અલગ અલગ સાવચેતીના પગલાં લેવાયા છે. મોલમાં પ્રવેશ કરનાર વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત છે. તો આરોગ્ય સેતુ એપ મોબાઇલમાં ઇન્સ્ટોલ હોવી જોઇએ. અને મોલમાં પ્રવેશનાર વ્યક્તિના બુટ સેનેટાઇઝ માટે મશીન પણ મુકાયું છે. મોલમાં હેન્ડ સેનેટાઇઝર પણ મુકવામાં આવ્યા છે. ઇન્કવાયરી ડેસ્ક પાસે સોશિયલ ડિસ્ટન્સિંગના ફુટ સિમ્બોલ લગાવાયા છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ