જગન્નાથ રથ યાત્રાથી જોડાયેલી આ રોચક વાતોને કદાચ જ જાણતા હશો તમે

By : krupamehta 12:00 PM, 12 July 2018 | Updated : 02:22 PM, 13 July 2018
હિંદુ ધર્મમાં જગન્નાથપુરીનું વર્ણન સ્કન્દ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં ઘણી જગ્યાએ કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઘણી પારંપરિક વાદ્યયંત્રોના અવાજની વચ્ચે વિશાળ રથોને સેંકડો લોકો મોટા મોટા દોરડાથી ખેંચે છે. જણાવી દઇએ કે સૌથી પહેલા ભાઇ બલરામ જી નો રથ પ્રસ્થાન કરે છે. જેની થોડી વાર બાદ બહેન સુભદ્રા જી નો રથ ચાલવાનો શરૂ થાય છે. અંતમાં લોકો જગન્નાથ જી ના રથને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ખેંચે છે. 

માનવામાં આવી રહ્યું છે કે જે લોકો આ દરમિયાન એક બીજાને સહયોગ આપતા રથ ખેંચે છે એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા 9 દિવસ સુધી ચાલે છે. આ તહેવાર ખાસ કરીને ઓડિશાના પુરીમાં ધૂમધામથી ઊજવવામાં આવે છે. ચલો તો જાણીએ પુરીની આ રથયાત્રાથી જોડાયેલી એવી અનોખી વાત જેના માટે અત્યાર સુધી તમે સાંભળ્યું હશે નહીં. 

વરસાદ
આ વાત પર કદાચ જ કોઇએ ધ્યાન આપ્યું હશે કે ભગવાન જગન્નાથ દેવની રથયાત્રાના દિવસે વરસાદ જરૂરથી આવે છે. આજ સુધી ક્યારેય પણ એવું થયું નથી કે આ દિવસે વરસાદ ના પડ્યો હોય. ભગવાનની યાત્રાનો આ ઉત્સવ અષાઢ શુક્લ પક્ષના બીજા દિવસે ઊજવવામાં આવે છે. 

રાજા કરે છે સફાઇ
જ્યારથી જગન્નાથ રથયાત્રાનો આંરભ થયો છે ત્યારથી જ રાજાઓના વંશજ પારંપરિક રિવાજથી સોનાના હાથા વાળું ઝાડુંથી ભગવાન જગન્નાથજીના રથની સામે ઝાડું લગાવે છે. ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે રથયાત્રાની શરૂઆત કરે છે. 

એક માત્ર હરતા-ફરતાં ભગવાન
ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં આ એવો તહેવાર છે જ્યાં ભગવાન જાતે જ હરવા ફરવા નિકળે છે. જેમની રથયાત્રામાં ભારે સંખ્યામાં લોકો હાજર રહે છે. 

પોડા-પીઠા
માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ રસ્તામાં એક વખત પોતાના પસંદગીના પોડા પીઠઆ ખાવા જરૂરથી રોકાય છે. ઓડિસામાં બનનારી આ મીઠી જિશને તમારે જરૂરથી ટેસ્ટ કરવી જોઇએ.

નારિયેળની લાકડીનો રથ
ભઘવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ નારિયેળની લાકડીથી બનાવવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે આ લાકડી હલકી હોય છે. ભગવાન જગન્નાથની રંથનો રંગ લાલ અને પીળો હોય છે. આ ઉપરાંત આ રથ બાકી રથોની સરખામણીમાં આકારમાં મોટો હોય છે. 

ઘોડાનો રંગ
ભગવાન જગન્નાથના રથના ઘોડાનો રંગ સફેદ, સુભદ્રાના રથનો ઘોડો રંગ કોફી અને બલરામજીના રથનો ઘોડાનો રંગ વાદળી  હોય છે.Recent Story

Popular Story