Team VTV02:32 PM, 12 Aug 19
| Updated: 02:40 PM, 12 Aug 19
થોડા દિવસોમાં જ આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આ દિવસે આપણે રાષ્ટ્રધ્વજ એટલે ત્રિરંગો લહેરાવીએ છીએ અને રાષ્ટ્રગીત પણ ગાઈએ છીએ. આજે આપણે વાત કરીશું રાષ્ટ્રધ્વજ વિશેની કેટલીક અજાણી વાતોની.
આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રધ્વજમાં 3 રંગ હોવાના કારણે તેને ત્રિરંગો કહેવામાં આવે છે. પણ શું તમે એ જાણો છો કે તેની સાઈઝ શું હોય છે, તેને કોણે તૈયાર કર્યો હતો, તેમાં કયા કપડાંનો ઉપયોગ કરી શકાય? ના ને. તો જાણી લો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલી આવી જ અન્ય વાતો.
- રાષ્ટ્રધ્વજ આંધ્રપ્રદેશના પિંગલી વૈંકૈયાએ બનાવ્યો હતો.
- રાષ્ટ્રધ્વજ હંમેશા લંબચોરસ શેપમાં અને 3:2ના માપનો હોવો જોઈએ. અશોકચક્રનું કોઈ માપ નથી પણ તેમાં 24 આકા હોવા જરૂરી છે.
- ત્રિરંગો કોટન, સિલ્ક કે ખાદીમાંથી જ બનાવી શકાય છે. પ્લાસ્ટિકના ત્રિરંગા બનાવવાની મનાઈ છે.
- સંસદ ભવન દેશનું એકમાત્ર ભવન છે જ્યાં 3 રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે.
- યુનિફોર્મ, કોઈ ચીજ ઢાંકવા કે પછી બોટ, પ્લેન, નંબરપ્લેટ વગેરે જગ્યાએ રાષ્ટ્રધ્વજ યૂઝ કરી શકાશે નહીં.
- રાષ્ટ્રધ્વજની બરોબર કે તેનાથી ઉપર અન્ય કોઈ ફ્લેગ લગાવી શકાય નહીં.
- 2009માં રાષ્ટ્રધ્વજને રાતે લહેરાવવાની પરવાનગી આપવામાં આવી.
- ભારતમાં 3 જગ્યાએ 21*14 ફીટના ધ્વજ લહેરાવવામાં આવે છે. કર્ણાટકના નારગુંડ કિલ્લા પર, મહારાષ્ટ્રના પનહાલા કિલ્લો અને મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના કિલ્લા પર.
- રાંચીનું પહાડી મંદિર એકમાત્ર મંદિર છે જ્યાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે.
- જ્યારે કોઈ શ્રોતા બોલતા હોય ત્યારે તેનું મોઢું જનતા તરફ અને તેમની જમણી તરફ રાષ્ટ્રધ્વજ હોવો જોઈએ.
- રાષ્ટ્રીય શોકમાં રાષ્ટ્રધ્વજને ઝૂકાવી દેવામાં આવે છે. પણ એ જ ભવનનો ધ્વજ જ્યાં પાર્થિવ શરીર રાખવામાં આવ્યું હોય.