Team VTV12:56 PM, 12 Dec 21
| Updated: 01:06 PM, 12 Dec 21
ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનું અમદાવાદમાં દુ:ખદ થયું છે, ડેન્ગ્યુ બાદ તેઓ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ હતા અને રવિવારે અંતિમ શ્વાસ લીધા છે.
ધારાસભ્ય આશાબેનનું નિધન
ડેન્ગ્યૂના કારણે મલ્ટી ઓર્ગન ફેઇલ થતા નિધન
ઝાયડસ હોસ્પિટલમાં લઇ રહ્યાં હતા સારવાર
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું આજે દુખદ નિધન થયું છે, ગઇકાલથી તેમની તબિયત ખૂબ જ નાજુક હતી અને ભાજપનાં દિગ્ગજ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાજપ કાર્યકરો તેમના સ્વાસ્થ્યને લઈને પ્રાર્થનાઓ કરી રહ્યા હતા ત્યારે રવિવારે દુખદ સમાચાર સામે આવ્યા છે. આજે સવારે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ગઇકાલે જાહેર કરાયું હતું મૅડિકલ બુલેટિન
ઝાયડસ હોસ્પિટલના ડાયરેક્ટરએ વિગત જણાવતા કહ્યું હતું કે, આશા પટેલની તબિયત નાજુક છે અને હાલ તેમનું નિયમિત ડાયાલિસિસ થઇ રહ્યું છે. હાલ આશાબેન લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા છે.
કોણ હતા આશાબેન પટેલ?
મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકથી ભાજપના ધારાસભ્ય રહ્યાં
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર બન્યા હતા વિજેતા
2017માં ભાજપના દિગ્ગજ નારણ પટેલને આપી હતી મ્હાત
2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા
પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી
એશિયાની સૌથી મોટી ઊંઝા APMCમાં પોતાની સમર્થનવાળી પેનલને વિજેતા બનાવી
ઊંઝા APMCમાં નારણ પટેલના દબદબાને ખતમ કર્યો
આશા પટેલના સમર્થનને કારણે દિનેશ પટેલ ઊંઝા APMCના ચેરમેન બન્યા
મહેસાણા જિલ્લામાં કડવા પાટીદારનો શિક્ષિત યુવા ચહેરો