Unjha APMC scam worth crores of rupees based on bogus bill
મહેસાણા /
ઊંઝા APMCમાં બોગસ બિલના આધારે કરી નાખ્યું કરોડો રૂપિયાનું કૌભાંડ, 4 લોકોના નામે ફરિયાદ
Team VTV06:59 PM, 24 Feb 21
| Updated: 07:08 PM, 24 Feb 21
ઊંઝા APMCના ડિરેકટર સંજય પટેલ અને કુખ્યાત હિસ્ટ્રીશીટર ધમા મિલન સામે ફરિયાદ કરવામાં આવી છે.
મહેસાણાના ઊંઝામાં કૌભાંડીઓ બેફામ
રૂ.20.01 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ
4 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ
મહેસાણાના ઊંઝામાં બોગસ બિલિંગનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજેન્દ્રસિંહ રાજપૂતના બોગસ ડોક્યુમેન્ટથી રૂપિયા 20 કરોડ 1 લાખનું બિલિંગ કૌભાંડ કરવામાં આવ્યું છે. જે મામલે કુલ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ઊંઝા APMCના ડિરેકટર સંજય પટેલ અને કુખ્યાત હિસ્ટ્રીશીટર ધમા મિલન સામે ફરિયાદ કરવામાં આવી છે. કૌભાંડ આચરનાર શખ્સોએ ટ્રાન્સપોર્ટ ઓફિસના બહાને રાજેન્દ્રસિંહ રાજપૂત પાસેથી ડોક્યુમેન્ટ લીધા હતા. અને ત્યારબાદ બોગસ ડોક્યુમેન્ટથી બોગસ ઓફિસ અને બિલ બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, ધમા મિલન કામદાર પેનલ બનાવી ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે.
મહેસાણા ઊંઝામાં ધર્મેન્દ્ર મિલન સામે થયેલી ફરિયાદનો મામલે કામદાર પેનલ બનાવી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. કામદાર પેનલના ટેકેદારો મોટી સંખ્યામાં ઊંઝા પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો મચાવ્યો હતો.