બ્રેકિંગ ન્યુઝ
Vishnu
Last Updated: 11:35 PM, 27 September 2021
ADVERTISEMENT
સૌરાષ્ટ્ર પર તાઉતેએ કરેલી તબાહી બાદ, હવે વરસાદ અતિવૃષ્ટિ રીતે સૌરાષ્ટ્રવાસીઓ પર આફત બની સતત વરસી રહ્યો છે. ખાસ કરીને જામનગર અને રાજકોટ જેવા વિસ્તારોમાં હજુ તો માંડ પાણી ઓસર્યા છે ત્યાં તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27 સપ્ટેમ્બર એટલે કે આજથી વરસાદે ધડબડાટી બોલવાતા લોકો સહિત ખાસ કરીને ખેડૂતોના શ્વાસ અધ્ધર થયા છે.ત્યારે આજે કયા કેટલો વરસાદ પડ્યો તે જોઈએ.
ADVERTISEMENT
ગીર સોમનાથનું માધવરાયજી મંદિર પાણીમાં જળમગ્ન
ગીર સોમનાથ યાત્રાધામ પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં પુર મંદિર પાણીમાં ગરકાવ થયું છે. માધવરાયજી તથા લક્ષ્મીજી પ્રભુ મંદિર પાણીમાં જળમગ્ન થયુ છે. ચાલુ સીઝનમાં ચોથી વખત માધવરાયજી મંદીર પાણીડૂબ થયું. બીજી તરફ ગીર સોમનાથના ગીર ગઢડા અને ઉનામાં વરસાદને કારણે જળાશયો તરબોળ છે. ગીર ગઢડાના દ્રોણ ગામનો દ્રોણેશ્વર ચેક ડેમ ઓવરફ્લો થયો છે. ઉનાના રાવલ ડેમના 2 દરવાજા એક- એક ફૂટ ખોલી નાખવા પડ્યા છે.વધુ વરસાદને કારણે ડેમ અને નદીઓ આસપાસના નીચાણવાળા ભાગને એલર્ટ અપાયું છે.
અમરેલી અને જુનાગઢમાં વરસાદની બઘડાટી
અમરેલીના રાજુલા-જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી જાફરાબાદના ટીબી ગામની રૂપેણી નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ, નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરતા લોકો હેરાન પરેશાન થાય છે. લોર, ફાચરિયા, પીછડી સહિતના ગામોમાં સતત વરસતા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વાદળો છવાયા છે.તો આ તરફ જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. કેશોદ,સાસણ,વંથલી,જૂનાગઢ શહેરમાં આજે સવારથી લઈ બપોર સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. છાયા, બોખોરા, ખાપટ સહિતના મોઢવાડા, વિસાવાડા સહિતના ગામમાં વરસાદ
ગોંડલમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાર પવન તથા ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.. અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે લોર, ફાચરિયા, પીછડી સહિતના ગામોમાં વરસાદ, સતત વરસતા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેડૂતો ઈચ્છી રહ્યા છે મેઘરાજા હવે વિરામ લે પણ કુદરત આગળ લાચાર છે. બસ હવે ખેડૂત બિચારાની ધીરજ ખૂટી રહી છે. પોતાના મહામૂલો પાક વધુ પાણી ભરાતા બળી જવાની કગાર પર છે. ત્યારે હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
80 તાલુકામાં બપોર સુધીનો વરસાદ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.