બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં વરસાદની સેકન્ડ ઈનિંગમાં છપતરા, તસવીરોમાં જુઓ ક્યાં કેવો વરસાદ

photo-story

9 ફોટો ગેલેરી

મેઘ મહેર / ગુજરાતમાં વરસાદની સેકન્ડ ઈનિંગમાં છપતરા, તસવીરોમાં જુઓ ક્યાં કેવો વરસાદ

Last Updated: 08:04 PM, 15 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર વરસી રહી છે.. બીજા રાઉન્ડમાં મેઘરાજાએ ફરીએકવાર ધબધબાટી બોલાવી છે, અને ભારે વરસાદને કારણે રસ્તા હોય કે ગામ ઠેર-ઠેર પાણી ભરાયા છે

1/9

photoStories-logo

1. સાર્વત્રિક વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે..

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. મહીસાગર

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો.. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઉપરાંત બાકોર, લાડણના, મુવાડા, બાબલીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. લીંબડી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. કઠેચી, ગડથલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે..

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે. જિલ્લાના ડીસા, થરાદ, ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. સાબરકાંઠા

સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ ભારે બફારા બાદ બપોરના સમયે એકાએક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે ગાંભોઈમાં નેશનલ હાઇવેના સર્વિસ માર્ગો તેમજ ભિલોડા તરફથી આવતા માર્ગ પર ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. આણંદ

આણંદ જિલ્લામાં પણ વરસાદની ધમાકેદાર રી એન્ટ્રી થઇ. ધોધમાર વરસાદના કારણે આણંદ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. નર્મદા

નર્મદા જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાના મંડાણ થયા છે. રાજપીપળા, ડેડીયાપાડા, તિલકવાડા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સ્ટેશનરોડ, કાછીયાવાડ, સત્યમનગર કોલોનીમાં પાણી ભરાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. વડોદરા

વડોદરામાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું હતું. ફતેગંજ, સયાજીગંજ, જેતલપુર, અલકાપુરી, અકોટા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા. તો વરસાદના ભરાયેલા પાણીમાં એક જગ્યાએ પાર્ક કરેલી કાર ડૂબવાની ઘટના પણ સામે આવી હતી

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કાલોલ,મલાવ,અલિન્દ્રા અને મધવાસ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rainfall Water Logging Weather

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ