નિર્ણય / અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ધારકોને મોટો ઝટકો, આ વિદ્યાર્થીઓએ હવે છોડવો પડશે દેશ

United States To Withdraw Student Visas For Foreigners Whose Classes Move Online

સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ભણવા જનારા વિદ્યાર્થીઓને હવે કોરોના મહામારીમાં મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ સોમવારે એવા વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા પરત લેવાની જાહેરાત કરી છે જેમના ક્લાસ કોરોના વાયરસના કારણે ફક્ત ઓનલાઈન રીતે લેવાઈ રહ્યા છે. આ કારણે હવે ઓનલાઈન ભણનારા વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગશે, અમેરિકા ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓને વિઝા આપશે નહીં અને તેઓએ અમેરિકા છોડીને પોતાના દેશ પરત આવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યારે અમેરિકામાં 11 લાખથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ