મંદી /
મોટા આર્થિક સંકટ વચ્ચે ઝઝૂમી રહ્યું છે સંયુક્ત રાષ્ટ્ર, AC અને લિફ્ટ કરાયા બંધ
Team VTV10:40 PM, 12 Oct 19
| Updated: 10:41 PM, 12 Oct 19
વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા સહિતના અનેક મુદ્દે નિર્ણય લેતું સંયુક્ત રાષ્ટ્ર હાલ મોટા આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર પાસે રોકડની એટલી તંગી છે કે હવે સંયુક્ત રાષ્ટ્રે પોતાના પરિસરમાં એર કન્ડિશનર યૂનિટ અને લિફ્ટ પણ બંધ કર્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર આર્થિક સંકટ વચ્ચે ઝઝૂમી રહ્યું છે
AC-લિફ્ટ કરાયા બંધ
સમગ્ર ઈમરાતમાં સાંજે છ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી હિટર અને એસી પણ બંધ કરવા માટે નિર્ણય લેવાયો છે. સાતો સાથ પરિસરમાંના ફૂંવારા અને વોટર કૂલર પણ બંધ કરી દેવાયા છે.
સંયુક્ત રાષ્ટ્રના કામકાજ પર પડી રહી છે અસર
કોઈ ભરતી પણ કરવામાં આવતી નથી કે સામાનની ખરીદી પણ બંધ કરવામાં આવી છે. કોઈ કોન્ફરન્સ પણ નથી થઈ રહી. મોટાભાગની મુલાકાતો રદ્દ કરી દેવાઈ છે. આવું બધુ પૈસા બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે. જેની અસર સંયુક્ત રાષ્ટ્રના કામકાજ પર પડી રહી છે.
23 કરોડ ડોલરના નુકસાનમાં ચાલી રહ્યું UN
યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે તાજેતરમાં ચેતવણી આપી હતી કે આ વૈશ્વિક સંસ્થા 23 મિલિયનના નુકસાનથી ચાલી રહી છે અને આ મહિનાના અંત સુધીમાં તેના નાણાં ખતમ થઈ શકે છે. સમાચાર એજન્સી એએફપીએ સંયુક્ત રાષ્ટ્રના 37 હજાર કર્મચારીઓના નામે લખાયેલા સેક્રેટરી જનરલ ગુટેરેસેના પત્રને ટાંકીને કહ્યું છે કે તેમના પગાર અને ભથ્થાની ખાતરી કરવા માટે વધારાના પગલાં લેવામાં આવશે.