ચૂંટણી /
હોટલમાં પણ જોવા મળી Elections Effects, મળી રહ્યા છો ચોકીદાર પરોઠા -આમ આદમી પાસ્તા
Team VTV11:47 AM, 05 May 19
| Updated: 04:50 PM, 05 May 19
હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે. તરફ પ્રચાર બીજી તરફ મતદાન માટેની અપીલ કરવામાં આવી રહી છે. સર્વત્ર એક ચૂંટણીની અસર વર્તાય રહી શકે. ખાણી-પીણીમાં પણ કંઈક નવું કરવાના હેતુંથી કેટલીક હોટેલે પોતાના મેનુંને ચૂંટણીનો સ્પર્શ આપ્યો છે. તમે ભલે કોઇ રાજકીય પાર્ટીના સમર્થક હોવ કે ના હોવ. અહીં દરેક જાણીતી પાર્ટીનું મેનુ કાર્ડ અને તેની સ્વાદિષ્ટ આઇટમનો ટેસ્ટ માણવા મળશે. ટૂંકમાં રાજકીય પાર્ટીઓ સ્વાદની સફર પણ કરાવી શકે છે.
ચોકીદાર પરોઠા, આમ આદમી પાસ્તા આ ઉપરાંત યુનાઈટેડ ઈન્ડિયા થાળી. જેમાં દેશના તમામ રાજ્યના વ્યજનોને સમાવી લેવામાં આવ્યા છે. આ સિવાય ચૂંટણી સ્પેશિયલ થાળી તૈયાર કરવામાં આવી છે. આ બધુ ક્યાં એ સવાલ થયો હશે. દિલ્હીના કનોટ પ્લેસ પાસે આવેલા આરડોર 2.1 રેસ્ટોરાંમાં આ વાનગીઓ મળશે. આ રેસ્ટોરાંના માલિક કહે છે કે, ચૂંટણીના માહોલમાં ચૂંટણીને લગતી થાળી તૈયાર કરી છે, આ માટે છેલ્લા કેટલાક સમયથી પ્લાનિંગ કરવામાં આવ્યુ હતુ.
યુનાઈટેડ ઈન્ડિયા થાળીમાં લોકોને સમગ્ર દેશની જાણીતી વાનગીઓનો ટેસ્ટ માણવા મળશે. આ થાળી વેજ અને નોનવેજ એમ બંને ટેસ્ટમાં મળી રહેશે. નોનવેજમાં જે તે પ્રદેશની નોનવેજની વાનગી મળશે જ્યારે વેજડીશમાં જે તે પ્રદેશની વેજ વાનગી મળશે. એક ગ્રુપમાં આઠથી દસ વ્યકિત આ થાળીમાં સરળતાથી જમી શકે એટલી માત્રા આપવામાં આવે છે. આ સિવાય બાળકો માટે આ પ્લેટ એક લર્નિગ પ્લેટ પણ બની શકે છે.
યુનાઈટેડ ડીશમાં વાલીઓ પોતાના બાળકોને જે તે રાજ્યમાં ખાણી-પીણીની આઇટમ મૂકીને પૂછી શકે છે. કે, આ ક્યુ રાજ્ય છે. ત્યાં શું જાણીતું છે. આમ યોગ્ય જવાબ અહી રેસ્ટોરાંમાં મળી રહેતા માહિતીમાં વધારો થાય છે. અને જનરલ નોલેજ પણ વધે છે. આ થાળીની કિંમત 1999રુ.થી લઈને 2999રૂ સુધી છે. ચૂંટણીના શબ્દોમાં વાત કરવામાં આવે તો ચોકીદાર શબ્દ આ વખતે ખૂબ જ ટ્રેન્ડ્રી હતો. તેનાથી અહીં એક ચોકીદાર ડીશ મળી રહેશે.
આ સિવાય અહીં એક ચોકીદાર પરોઠા પણ ટેસ્ટ કરવા જેવા છે. આ સિવાય ગઠબંધન ટેસ્ટ પણ માણવા મળશે. ટૂંકમાં અહીં એવી પણ વાનગી છે જે વિપક્ષમાં છે. અહીંના કેફે બોકનમાં મળી રહેશે, વિપક્ષમાં ડીશ. જેના ઈલેક્શન મેનુંમાં આમ આદમી પાસ્તા મળશે. ઉપરાંત રાહુલ સ્પેશ્યલ ગઠબંધન ફ્રેચ ફ્રાયઝ મળશે, મોદી મેજિક પનીર રોલ. સમગ્ર વાનગીઓના સર્જક શેફ ગંજિદર કહે છે કે, આ એક ખાસ પ્રકારની ડીશ છે. જેમાં મિક્સ સોસ અને ઇટાલીયન ચીઝસોસનો ઉયપોગ કરવામાં આવ્યો છે.