united india insurance company privatization niti aayog recommendation agree with finance ministry
તમારા કામનું /
આ સરકારી ઈન્શ્યોરન્સ કંપની થવા જઈ રહી છે પ્રાઈવેટ, જાણો તમારી પોલિસીનું શું થશે?
Team VTV07:33 PM, 29 Jun 21
| Updated: 07:34 PM, 29 Jun 21
નીતિ આયોગે અમુક ઈન્શ્યોરન્સ સેક્ટરની કંપનીઓની સમીક્ષા કરી છે. આ આધાર પર ખાનગી કરણની ભલામણ કરવામાં આવી છે.
યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીનું પ્રાઈવેટાઈઝેશન કરી શકે સરકાર
ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીના ખાનગીકરણ પર નિર્ણય સંભવ
નીતિ આયોગે ઈન્શ્યોરન્સ સેક્ટરમાં કામ કરતી ઘણી કંપનીઓના કામની સમીક્ષા કરી
સરકાર યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીનું પ્રાઈવેટાઈઝેશન કરી શકે છે. નીતિ આયોગે આ કંપનીનું પ્રાઈવેટાઈઝેશન કરવાની ભલામણ કરી જેના પર નાણા મંત્રાલયે સહેમતી દર્શાવી છે. હાલમાં જ ઈન્શ્યોરન્સ સેક્ટરની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યાર બાદ યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીના ખાનગીકરણ પર નિર્ણય સંભવ છે.
નીતિ આયોગે ઈન્શ્યોરન્સ સેક્ટરમાં કામ કરતી ઘણી કંપનીઓના કામની સમીક્ષા કરી છે. તેના આધાર પર અમુક કંપનીઓના પ્રાઈવેટ થવાની સંભાવના વધી ગઈ છે. એલઆઈસીને પણ પ્રાઈવેટ કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ તેના પર સંપૂર્ણ રીતે અમલ કરવામાં નથી આવ્યો. જોકે તેનો આઈપીઓ લાવવાની વાત થઈ રહી છે. જેની તૈયારીઓ ચાલી રહી છે. જેનાથી એલઆઈસીનો અમુક ભાગ અન્ય લોકોના હાથમાં જઈ શકે છે. તેના હેઠળ યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની અનિલિસ્ટેડ સરકારી કંપની છે જેના પ્રાઈવેટાઈઝેશનની વાત થઈ હતી.
શું હશે નેક્સ્ટ સ્ટેપ?
જોકે અત્યાર સુધી એ નક્કી નથી કે તેને લિસ્ટેડ કંપની બનાવવામાં આવશે. કોઈ વિદેશી કંપનીના હાથમાં આપવામાં આવશે કે દેશની કોઈ કંપનીને તેની જવાબદારી આપવામાં આવશે. આ વર્ષે બજેટમાં સરકારે એલાન કર્યું હતું કે બે સરકારી બેન્ક અને એક જનરલ ઈન્શ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે. આ હિસાબથી માનવામાં આવી રહ્યું છે કે પહેલા સ્ટેપમાં યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીનું ખાનગી કરણ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર સરકાર ટૂંક સમયમાં જ યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ કરી શકે છે. અને તેની તૈયારી શરૂ થઈ ગઈ છે.
શું છે નીતિ આયોગની ભલામણ?
જાણકારી અનુસાર યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ એક અનલિસ્ટેડ અને જનરલ ઈન્શ્યોરન્સ કંપની છે જેના ખાનગીકરણને લઈને નાણાકીય મંત્રાલય અને નીતિ આયોગની વચ્ચે સહમતિ બની છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષની આગેવાનીમાં જે કમીટી બની હતી. તેણે યુનાઈટેડ ઈન્ડિયાના ખાનગીકરણ માટે ભલામણ કરી છે. આ ભલામણ પર નાણા મંત્રાલયે ધ્યાન આપ્યું છે. નીતિ આયોગે વીમા ક્ષેત્રની ઘણી કંપનીઓની સમીક્ષા કરી અને જોયું કે યુનાઈટેડ ઈન્ડિયાનું ખાનગીકરણ કરવામાં આવે તો તે કંપની ભવિષ્યમાં સારી પરિસ્થિતિમાં હશે.
કોના હાથમાં જઈ શકે થે કંપની?
હજુ એ વાતની જાણકારી નથી મળી કે કોઈ દેશી કંપની યુનાઈટેડ ઈન્ડિયાને ખરીદશે અથવા કોઈ વિદેશી કંપની આ કામમાં આગળ આવશે. આ વખતે એફડીઆઈમાં ઈન્શ્યોરન્સ સેન્ક્ટરમાં ફેરફાર થયા છે. પરંતુ ત્યાર બાદ પણ સરકારે ઘણા કડક કાયદા રાખ્યા છે. એવી સ્થિતિમાં જોવું પડશે કે કોઈ દેશી કંપની યુનાઈટેડ ઈન્જિયાને પોતાના હાથમાં લે છે કે કોઈ વિદેશી કંપની.