ક્યાંક દારૂ તો ક્યાંક ઢોંસા, ભારતના આ મંદિરોમાં વહેંચવામાં આવે છે અનોખો પ્રસાદ

By : juhiparikh 05:38 PM, 08 March 2018 | Updated : 05:58 PM, 08 March 2018
મોટાભાગે મંદિરમાં નારિયેળ, મિશ્રી, સૂકામેવા, ચણા કે કોઇ મિઠાઇને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે, પરંતુ ભારતનાં કેટલાંક મંદિર એવાં પણ છે, જ્યાં જરા હટકે પ્રસાદ જ ધરાવવામાં આવે છે. તો કેટલાંક મંદિર તો એવાં પણ છે, જ્યાં ધરાવવામાં આવતા પ્રસાદની તમે કલ્પના પણ નહીં કરી હોય.

કાલ ભૈરવ મંદિર (મધ્યપ્રદેશ)

મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં ઘણા પ્રાચીન અને અનોખા મંદિર છે, જેમાંથી એક છે કાલ ભૈરવનું મંદિર. આ મંદિરમાં ભગવાનને ભોગના રૂપમાં દારૂ ચઢાવવામાં આવે છે. ભગવાન આ દારૂનું ગ્રહણ પણ કરે છે. ભગવાનને ચઢાવવામાં આવતા આ પ્રસાદને ભક્તોને પણ આપવામાં આવે છે.

કામખ્યા દેવી મંદિર (ગુવાહાટી) 

દર વર્ષેમાં ગુવાહાટીના કામાખ્યા દેવી મંદિરમાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળાના દરમિયાન વર્ષના 3 દિવસ માટે માતાના દર્શન સામાન્ય ભક્તો માટે બંધ કરી દેવામાં આવે છે અને જ્યારે ચોથા દિવસે મંદિરના કપાટ ખૂલે ત્યારે મોટી સંખ્યામાં ભક્તોની માતાના દર્શન કરવા મળે છે. પ્રસાદના રૂપમાં ભક્તોને રજથી ભરેલું ભીનું કપડું આપવામાં આવે છે. 

કરણી માતા મંદિર (બીકાનેર)

રાજસ્થાનના બીકાનેરમાં કરણી માતાના નામથી એક મંદિર છે. આ મંદિરને ઉંદરવાળું મંદિર અને કરણીમાતાને ઉંદરવાળી માતાના નામથી ઓળખવામાં પણ આવે છે. આ મંદિરમાં 20000થી વધારે ઉંદર હતા. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંયા ઉંદરે ખાધેલો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે.

થ્રિસુર મહાદેવ મંદિર (કેરળ):

કેરળના થ્રિસુર મહાદેવ મંદિરમાં પ્રસાદ તરીકે ભક્તોને ખાવાની સામાગ્રી નથી આપવામાં આવતી. અહીંયા ભક્તોને પ્રસાદ તરીકે ઘર્મ અને જ્ઞાનની વાતથી ભરેલી સીડી-ડીવીડી અને પુસ્તકો આપવામાં આવે છે. મંદિરના ટ્ર્સ્ટીનું માનવું છે કે, જ્ઞાનના પ્રચાર અને પ્રાસારને વધારવાથી મોટો કોઇ પ્રસાદ નથી.

ચાઇનીઝ કાલી મંદિર (કોલકાતા)

કોલકાતામાં ચાઇનીઝ કાલી મંદિરનું નિર્માણ હિંદુઓ દ્વારા નહી પરંતુ ચીની લોકો દ્વારા કરાવવામાં આવ્યું છે. એટલું જ નહી આ મંદિરમાં મોટેભાગે ચીની ભક્તો આવે છે. અહીંયાના દેવીને ભોગ તરીકે નૂડલ્સ, ચોપસી અને ફ્રાઇડ રાઇસ વગેરે જેવા વ્યંજનો ધરાવવામાં આવે છે. આ વ્યંજનો ધરાવ્યા પછી ભક્તોને આ પ્રસાદ આપવામાં આવે છે.

બાલસુબ્રમણિયા મંદિર (કેરળ)

કેરળના અલેપ્પી નામક જગ્યા પર બન્યુ છે બાલસુબ્રમણિયા મંદિર. આ મંદિર પોતાના અનોખા પ્રસાદ માટે પ્રખ્યાત છે. કહેવાય છે કે બાલામુરૂગમ ભગવાનને ચોકલેટ ખૂબ જ પ્રિય છે. આ માટે ભગવાનને ભોગ રૂપે ચોકલેટ ચઢાવવામાં આવે છે અને આ ચોકલોટને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

ખબીસ બાબા મંદિર (ઉત્તરપ્રદેશ)

ઉત્તરપ્રદેશના સીતાપુરના ખબીસ બાબા મંદિરને દેશના અનોખા પ્રસાદ વહેંચતા મંદિરોમાંથી એક માનવામાં આવે છે. અહીંયા ભોગ તરીકે દારૂ ચઢાવવામાં આવે છે અને તે પ્રસાદ તરીકે ભક્તોમાં વહેંચવામાં આવે છે.

અલાગાર મંદિર (તમિલનાડૂ)

અલાગાર મંદિર તમિલનાડુના ભગવાન વિષ્ણુના પ્રખ્યાત મંદિરોમાંથી  એક છે. આ મંદિર અનોખું એટલા માટે છે કે ભક્તોને અહીંયા પ્રસાદ તરીકે ઢોંસા આપવામાં આવે છે.Recent Story

Popular Story