બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દેવચકલી લીલી કે સૂકી ડાળ પર બેઠી તે આખું ગામ જુએ, સાબરકાંઠામાં ઉત્તરાયણે થાય છે વાર્ષિક આગાહી
Last Updated: 03:26 PM, 14 January 2025
ઉતરાયણ નો પર્વ માં રસિકો અલગ અલગ રીતભાત થી ધાબા પર પરિવાર સાથે હર્ષોલ્લાસ થી ત્યહેવાર ઉજાવામાં આવતો હોય છે. સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત તેમજ ભારત વર્ષમાં ઉતરાયણ એટલે દોરી પતંગની સાથે મોટા મોટા સ્પીકર અને ડીજેના તાલ થકી આનંદ અને હર્ષ ઉલ્લાસનો સંગમ સાથે ઉજવાતો હોય છે.
ADVERTISEMENT
જોકે આજ ના આ ત્યવહાર કે અલગ રીતભાત રિવાજ ચાલતી આવતી અનોખી પરંપરા મુજબ સાબરકાંઠા ના આદિવાસી સમાજ માટે ઉત્તરાયણ નો દિવસે એટલે આગામી વર્ષ ના વર્તારો જોવાનો દિવસ આજના દિવસે દેવચકલી ને ઘી ગોળ તેમજ તલ ખવડાવી તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે જોવાનું નક્કી કરાય છે ઉતરાયણના દિવસથી આગામી ઉત્તરાયણ સુધીનું વર્ષ કેવું રહેશે તે આજના દિવસે નક્કી થતું હોય છે.
ADVERTISEMENT
સાબરકાંઠાના ઈડર તાલુકા ના છેવાડા ના વિસ્તાર માં વસતા આદિવાસી સમાજ દ્વારા ઉતરાયણ નિમિત્તે મોટી સંખ્યામાં ગામના લોકો જેમાં યુવક, યુવતી, બાળકી, વડીલો સાથે એકઠા થાય છે અને યુવાનો દ્વારા દેવ ચકલી નામના પક્ષીને પકડીને તેને ઘી ગોળ તેમજ તલ ખવડાવી વાજતે ગાજતે તેને ગામમાં વધામણા કરવામાં આવે છે અને ત્યારબાદ આ પક્ષી ને પૂજન પગે લાગી આકાશ સામે સૂર્ય સન્મુખે ઊભા રહે છે.
ત્યારબાદ તેને આકાશમાં મુક્ત કરે છે સાથોસાથ સમગ્ર સમાજના લોકો દેવ ચકલી હાથ માં સાચવી નુકશાની ન થાય તે રીતે તેને ઉડાડે છે તેની પાછળ લોકો ચાલે છે તેમ જ દેવ ચકલી કયા ઝાડ ઉપર બેસે છે તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે જોકે આ પરંપરા હજારો વર્ષોથી ચાલતી આવે છે તેમ જ આજની તારીખે પણ યથાવત રહી છે.
સામાન્ય રીતે વર્ષોની ચાલી આવતી પરંપરા આજે પણ ટકી રહી છે દેવચકલી ને આજના દિવસે ઘી ગોર ખવડાવી આકાશમાં મુક્ત કર્યા બાદ તે જો લીલા વૃક્ષ ઉપર બેસે તો આગામી વર્ષ સારું રહે છે સાથોસાથ ભારે વરસાદ સહિત દરેક વ્યક્તિ માટે ઉધ્વગામી બની રહી છે જોકે દેવચકલીફ સૂકા વૃક્ષ ઉપર બેસે તો આગામી વર્ષ દુષ્કાળનું વર્ષ ગણવામાં આવે છે.
તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ ઓછો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે ત્યારે દેવચકલી થકી સમગ્ર વર્ષનો વર્તારો નક્કી કરવાનો પર્વ ઉતરાયણ બને છે જોકે મોટાભાગના શહેરોમાં લાખો કરોડો રૂપિયાના દોરી પતંગ અને વિવિધ વાજીત્રો થકી ઉતરાયણ નિમિત્તે આનંદ અને ઉલ્લાસનો તહેવાર બની રહે છે જ્યારે આદિવાસી સમાજ આજના દિવસ ઢોલ નગારા સાથે ગામમાં તમામ લોકો એક સાથે સામાજીક રીતરિવાજ મુજબ પોતાનો અવાજ કાઢી ઢોલ ના તાલે ઝૂમી અને ત્યારબાદ આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવા માટે નો પાયારૂપ દિવસ માને છે. આખા દિવસ નો ઉતરાયણ પર્વ માં ગામ એક રૂપ થઈ આ અનોખી પર્વ ઉજવતો જોવા મળી રહ્યો છે.
વધુ વાંચોઃ ખ્યાતિકાંડમાં નવા ખુલાસા, PMJAYના જનરલ મેનેજરની સંડોવણી, સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યાં
જોકે આજના દિવસે દેવ ચકલી થકી આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવાનો પર્વ છે ત્યારે પરંપરાગત ચાલી જ્ઞાન સાથે પક્ષી ના વર્ષ નું સમય સૂચક બતાવતી આ અનોખી રીતભાત અને પરંપરા આગામી સમયમાં ટકી રહે તે પણ મહત્વનું બની રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.