બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અજબ ગજબ / unique sagas bavji yaksha temple in mandsaur

શ્રદ્ધા / ગજબ કે'વાય! એક અનોખું મંદિર જ્યાં ભક્તો ચડાવે છે ઘડિયાળ, જાણો ક્યાં આવ્યું અને શું છે ઇતિહાસ

Kavan

Last Updated: 05:49 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના મંદસૌરમાં એક અનોખું મંદિર છે. અહીં વ્રત પૂર્ણ થાય ત્યારે ઘડિયાળો અર્પણ કરવાની પરંપરા છે.

  • મધ્ય પ્રદેશનું એક અનોખુ મંદિર
  • જ્યાં શ્રદ્ધાળુઓ ચડાવે છે ઘડિયાળ
  • જેમનો સમય સારો નથી તે લોકો રાખે છે માનતા 

કહેવાય છે કે આ એક એવું મંદિર છે જ્યાં સમય ખરાબ હોય તો માનતા માનવાથી ઠીક થઈ જાય છે. ખાસ વાત એ છે કે મંદિરમાં ન તો ભગવાનની મૂર્તિ છે અને ન તો કોઈ પૂજારી, તેમ છતાં અહીં હજારો લોકોમાં શ્રદ્ધા છે. આ મંદિર જિલ્લાના ચિરમોલિયામાં રોડની બાજુમાં વટવૃક્ષની નીચે બનેલું છે.

અનેક લોકોને થયાં છે ચમત્કારનો અનુભવ

આપને જણાવી દઈએ કે, અહીં આવનારા ગ્રામજનો અને ભક્તો તેને સગસ બાવજીનું મંદિર કહે છે. સગસ બાવજીને શાસ્ત્રોમાં યક્ષ કહ્યા છે. એવું કહેવાય છે કે અહીં યક્ષો શારીરિક સ્વરૂપમાં દેખાય છે. બાવજીએ અનેક લોકોને પ્રત્યક્ષ દર્શન આપ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. રસ્તામાં ભટકી ગયેલા લોકોને લઈ જઈને પણ રસ્તો બતાવીને ઘર સુધી છોડી દે છે. ઘણા લોકોએ અહીં ચમત્કારો થતા જોયા છે.

સગવ બાવજી એક એક ચબૂતરા પર બેસતા 

આ મંદિર વિશે એવી માન્યતા છે કે જો તમારો સમય ખરાબ ચાલી રહ્યો હોય અને તમે અહીં આવીને ઘડિયાળ ચઢાવો તો તમારો સમય સારો આવી જાય છે. હજારો લોકોએ અહીં માનતા માને છે અને તેમની માનતાઓ પૂર્ણ થાય ત્યારે ઘડિયાળ ચડાવે છે. આ આખો વિસ્તાર ઘડિયાળોથી ભરેલો છે. દર વર્ષે હજારો ઘડિયાળો નદીમાં ફેંકવામાં આવે છે. જો કે, આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે. અગાઉ સગસ બાવજી અહીં એક ચબૂતરા પર બેસતા હતા. લોકોએ હવે અહીં મંદિર બનાવ્યું છે.

આવી દંતકથા

એક ભક્તે પોતાની માનતા પૂર્ણ થયા બાદ અહીં આવતા ભક્તો માટે હેન્ડપંપ પણ લગાવ્યો છે, જેથી અહીં આવનારા લોકોને પાણી મળી રહે. ખાસ વાત એ છે કે આ મંદિરમાં તાળું પણ નથી. અહીં ચઢેલી ઘડિયાળો કોઈ ચોરતું નથી. દંતકથા છે કે એકવાર એક વ્યક્તિએ 5 ઘડિયાળો ચોર્યા પછી તે અંધ બની ગયો. 

સમસ્યાનો ઉકેલ આપે છે બાબા

અહીં એવા ભક્તો આવે છે જેમનો સમય યોગ્ય નથી, પરંતુ અહીં આવનાર લોકોની અનેક પ્રકારની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે નિઃસંતાન મહિલાઓને અહીં બાળકો મળે છે. ખોવાયેલી વસ્તુ પણ અહીં મન્નત માંગીને મળી જાય છે. અહીં વ્રત માંગવાથી અનેક પ્રકારની પરેશાનીઓ પણ દૂર થાય છે. એવું કહેવાય છે કે યક્ષ કોઈપણ સમસ્યાનું તરત જ નિરાકરણ લાવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Unique Temple mandsaur sagas bavji temple Mandsaur sagas bavji yaksha temple ઘડિયાળ OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ