અમદાવાદ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઇને તરછોડાયેલા મા-બાપે પણ હવે પશ્ચિમી સંસ્કૃતિ સાથે જીવતા શીખી લીધું
વડીલોએ ઉજવ્યો વેલેન્ટાઈન્સ ડે
અમદાવાદ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં અનોખી ઉજવણી
કેક કાપી, ગીત - ડાન્સ કરીને ઉજવણી કરી
વેલેન્ટાઈન્સ ડેના દિવસે યુવાઓ પોતાના મનગમતા પાત્રને પોતાના મનની વાત કહી વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરતા હોય છે તો ઘણા યુવાઓ પોતાના પ્રિયજનને અવનવી ગિફ્ટ આપીને વેલેન્ટાઇન્સ ડે વિશ કરતા હોય છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઇને તરછોડાયેલા મા-બાપે પણ હવે પશ્ચિમી સંસ્કૃતિ સાથે જીવતા શીખી લીધું છે. અને અમદાવાદના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં અનોખી રીતે વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરવામાં આવી છે.
કેક કટિંગ ગીત - ડાન્સ કરીને ઉજવણી કરી
આમ તો વેલેન્ટાઇન્સ ડે ઉજવણી ઠેર-ઠેર કરવામાં આવી છે માતા-પિતા કે પોતાના પ્રિયજનને અવનવી ગિફ્ટ્સ સંતાનો આપીને અલગ-અલગ અનોખા અંદાજમાં આજના પ્રેમના દિવસની ઉજવણી કરતા હોય છે પરંતુ પરિવારથી તરછોડાયેલા વડીલોએ હવે પશ્ચિમી સંસ્કૃતિના તહેવારો ને પણ અપનાવી લીધા છે અને પોતાના સંતાનોને ભૂલીને પોતાના જીવન દોરી બનાર પોતાના પાર્ટનર સાથે જ દરેક તહેવાર અહીંયા અમદાવાદના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં ઉજવીને જીવન પસાર કરી રહ્યા છે. લગ્ન જીવનમાં ઘણા જીવનના ઉતાર ચઢાવ જોયા, સંતાનો માટે આખુ જીવન વિતાવ્યું અને અંતે પરિવાર સાથે જ્યારે રહેવાનો વારો આવ્યો ત્યારે પરિવારના સ્વજનોએ આ વડીલોને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા છે. ત્યારે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ માં વેલેન્ટાઇન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી અને કેક કટિંગ કરીને વડીલ દંપતીઓએ ગીત - ડાન્સ કરીને ઉજવણી કરી અને દુખની ક્ષણોને આનંદમાં ફેરવી હતી.
પ્રેમની કોઈ મર્યાદા નથી હોતી ઉંમર પણ..
કહેવાય છે ને પ્રેમની કોઈ મર્યાદા નથી હોતી અને પ્રેમની કોઈ ઉંમર નથી હોતી પ્રેમ તો આંધળો જ હોય છે ક્યારે લગ્નગ્રંથિથી જોડાઈને આજદિન સુધી સાથે રહેતા એવા સુખ દુઃખ ના સાથી બનેલા અને જ્યારે સુખ પામવાનો વારો આવ્યો ત્યારે સંતાનો જ તેમને છોડીને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા એવા અનેક માતા-પિતાએ પણ હવે વૃદ્ધાશ્રમ ને જ પોતાનો પરિવાર બનાવી દીધો છે. પ્રેમ અને એકલા આજના દિવસની વાવ થી લઈને વડીલોએ પણ પોતાના અંદાજમાં ઉજવણી કરી છે તારી બદલાતા સમય સાથે વડીલોએ પણ હવે પશ્ચિમી સંસ્કૃતિ તો અપનાવી છે પરંતુ આજની યુવા પેઢીને સ્વજનો ક્યારેય ન ભૂલે તેવી આંખમાં આંસુ લઈને અબ દરેક વડીલો આજે યુવાનોને એક મેસેજ આપી રહ્યા છે