સુરતમાં એક અનોખા લગ્ન યોજાયા હતા જેમાં વર-વધૂએ CAAની સમજ આપતા ગૌ માતાની સાક્ષીએ વિવાહ કર્યા હતા જેને પગલે રાષ્ટ્રીય લેવલે આ વિવાહ એક અનોખા વિવાહ બન્યા હતા.
CAAની સાથે યુવક-યુવતીએ લગ્નમાં ગાય માતાને આગળ રાખી ફેરાફરવાનો નિર્ણય કર્યો. અને જાનમાં સૌથી આગળ ગૌમાતા અને બાદમાં વરરાજાની જાન નીકળી.
ગૌમાતામાં 33 કરોડ દેવીદેવતાઓનો વાસ હોય છે
આ અંગે નવવધુ અભિલાશાએ કહ્યું કે આનાથી સમાજને એક સંદેશો જશે. ગૌમાતામાં 33 કરોડ દેવીદેવતાઓનો વાસ હોય છે. અને તેમની સામે લગ્ન અમારા લગ્ન થાય તેનાથી વધુ ખુશી ન હોઇ શકે.
લોકોમાં જાગૃતતા આવે તે માટે આ મે એક પ્રયાસ કર્યો છે
CAAને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. દેશ આ મુદ્દે બે જૂથોમાં વહેંચાઈ ગયો છે. આ દરમિયાન હવે લોકો પોતાની રીતે વિરોધ કરી રહ્યા છે અને તેનું સમર્થન પણ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં રોહિત નામના યુવકે પોતાના લગ્નમાં CAAને સમર્થન કરી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો. વરરાજા રોહિતે પોતાના હાથની મહેંદીમાં સપોર્ટ CAA દોરાવી અને આ કાયદાને સમર્થન આપ્યું. ત્યારે આ અંગે તેઓએ કહ્યું કે રોજ જે ઘટનાઓ થઇ રહી છે CAAને લઇને. ત્યારે તેમાં કંઇ ખોટું નથી આ માત્ર ભ્રમ ફેલાવાનો પ્રયાસ દેશવિરોધી તાકાતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોમાં જાગૃતતા આવે તે માટે આ મે એક પ્રયાસ કર્યો છે. અને અમે CAAનો સમર્થન કરીએ છે.