બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Union Ministry Of Education Sent Final School Bag Policy To States

બદલાવ / નક્કી કરાયો બાળકોના ભણતરનો ભાર, શિક્ષા મંત્રાલયે રાજ્યોને મોકલી સ્કૂલ બેગ પોલિસી

Bhushita

Last Updated: 10:48 AM, 27 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ કેન્દ્રીય શિક્ષા મંત્રાલયના ઉપ સચિવ સુનીતા શર્માએ નવી શિક્ષા નીતિ 2020ના આધારે ફાઈનલ સ્કૂલ પોલીસી 2020 દરેક રાજ્યોના શિક્ષા સચિવને મોકલી છે. આ પોલિસી દેશના દરેક શાળામાં લાગૂ કરવાની અનિવાર્ય રહેશે. આ પોલીસીમાં કયા ધોરણના બાળકે કેટલું વજન સાથે રાખવું તે પણ નક્કી કરાયું છે. આ સિવાય જાહેરાત કરાઈ છે કે પહેલા ધોરણથી 12 મા ધોરણના દરેક બાળકો 10 દિવસ બેગ વિના શાળાએ જશે.

  • શિક્ષામંત્રીએ જાહેર કરી નવી સ્કૂલ બેગ પોલીસી
  • બાળકોની સ્કૂલ બેગનું વજન થયું નક્કી
  • રાજ્યોએ આ નિયમોનું કરવાનું રહેશે પાલન

બાળકો માટે આ વ્યવસ્થા પણ કરાશે

શિક્ષા મંત્રીએ જે નવી સ્કૂલ બેગ પોલીસી જાહેર કરી છે તેનું દરેક રાજ્યએ પાલન કરવાનું રહેશે. આ સાથે જ છઠ્ઠા ધોરણથી આઠમા ધોરણના બાળકોને વોકેશનલ ટ્રેનિંગના આધારે કારપેન્ટર, કૃષિ, ગાર્ડનિંગ, લોકલ આર્ટિસ્ટ વગેરેની ઈન્ટર્નશીપ કરાવાશે. જ્યારે ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ઓનલાઈન રજાઓમાં વોકેશનલ કોકર્સ કરાવી શકાય છે. આ સિવાય વિદ્યાર્થીઓને રમતગમત અને ક્વીઝની સાથે પણ આગળ વધારવામાં આવશે. 

કેટલું હોવું જોઈએ સ્કૂલ બેગનું વજન

પોલીસી લાગૂ કરતાં પહેલાં રાજ્યએ તેની પર પોતાની પ્રતિક્રિયા આપવાની રહેશે. સ્કૂલ બેગ પોલીસીમાં શાળા અને પેરન્ટ્સની મુખ્ય જવાબદારી નક્કી કરાઈ છે. પહેલાથી 10માં ધોરણના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું કુલ વજન તેના વજનના 10 ટકાથી વધારે હોવું જોઈએ નહીં. 


પ્રી પ્રાઈમરીના બાળકો માટે ખાસ વ્યવસ્થા

પ્રી પ્રાઈમરીના બાળકો માટે કોઈ સ્કૂલ બેગ રહેશે નહીં. સ્કૂલ બેગનું વજન માપવા માટે ડિજિટલ મશીન રખાશે. દરેક શાળામાં આ મશીન ફરજિયાત હોવું જરૂરી રહેશે. સ્કૂલ બેગ ખભા પર સારી રીતે લટકી શકે તેવી હોવી જોઈએ. જેથી બાળક તેને સરળતાથી ઉંચકી શકે. સ્કૂલમાં મિડ ડે મીલ આપવાનું રહેશે જેથી તેમને લંચ ન લાવવું પડે. 

પાણી માટે શાળાએ કરવાની રહેશે વ્યવસ્થા

વોટર બોટલને બદલે સ્કૂલમાં સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવાની રહેશે. ટાઈમ ટેબલના આધારે નો બેગનો સમય નક્કી કરાશે. જેથી બાળક તે આધારે બુક્સ લાવે. 

આ રીતે નક્કી કરાયું બાળકોની બેગનું વજન

પહેલા અને બીજા ધોરણમાં બાળકો માટે ફક્ત એક જ નોટબુક હશે. 
પ્રી પ્રાઈમરી માટે કોઈ બેગ નહીં.
1 અને 2 ધોરણ માટે 1.6થી 2.2 કિલો વજન.
3થી 5 ધોરણ માટે 1.7થી 2.5 કિલો વજન.
6 અને 7 ધોરણ માટે 2થી 3 કિલો વજન.
8થી 10 ધોરણ માટે 2.5થી 4.5 કિલો વજન.
11 અને 12 ધોરણ માટે 3.5થી 5 કિલો વજન.

સંકળાયેલા મુદ્દાઓ

Education News School Bag Policy Union Ministry Of Education નો બેગ રાજ્યો શિક્ષા મંત્રાલય સ્કૂલ બેગ પોલીસી School Bag Policy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ