બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / union ministers under watch through their private secretaries

PMO / PM મોદીએ સેટ કરી જબરી સિસ્ટમ, નવા મંત્રીઓના કામ પર રાખશે સીધી નજર : સૂત્ર

Mayur

Last Updated: 05:47 PM, 16 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે PMO દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી મંત્રીઓના પ્રાઇવેટ સેક્રેટરીની નિમણૂક પણ PMO ની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

  • PMના મંત્રીમંડળને લઈ મહત્વના સમાચાર
  • મંત્રીમંડળના વિસ્તરણ બાદ PMO દ્વારા લેવાયો નિર્ણય
  • મંત્રીઓના પ્રાઇવેટ સેક્રેટરીની નિમણૂક પર PMO ની રહેશે નજર 

મંત્રીમંડળની તમામ હલચલ પર PMની રહેશે બાજ નજર
તાજેતરમાં જ કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. હવે પ્રધાનમંત્રી તમામ મંત્રાલયની કામગીરી પર સીધી નજર રાખવાના હોય એવું લાગી રહ્યું છે. હવેથી દરેક મિનિસ્ટરને તેમની મરજીથી પ્રાઇવેટ સેક્રેટરીની નિમણૂક નહીં કરવા દેવામાં આવે.

આ અગાઉ કઈ રીતે ચાલતી હતી કામગીરી?
2014 સુધી તમામ મંત્રીઓ પાસે પોતાનાં સ્ટાફની નિમણૂક કરવાની સંપૂર્ણ સત્તા રહેતી હતી. પરંતુ 2014 બાદ આ નિયમમાં ફેરફાર આવ્યો હતો. 2014 બાદ તમામ સ્ટાફની નિમણૂક કરતાં પહેલાં મંત્રીઓએ આ સ્ટાફની PMO ને ભલામણ કરવી પડે છે. ત્યાર બાદ PMO યોગ્ય નિર્ણય લે છે. 

સંપૂર્ણ સત્તા PMO ના હાથમાં જશે?
હવે નવા નિયમ અનુસાર મંત્રીઓ પાસે બચેલી રહીસહી સત્તા પણ જતી રહેશે. હવેથી મંત્રીઓ પોતાના જ સ્ટાફની ભલામણ પણ નહીં કરી શકે. હવેથી PMO દ્વારા જે સ્ટાફની નિમણૂક કરવામાં આવે તે જ મંત્રીઓએ સ્વીકારવાનો રહેશે. આ સ્ટાફમાં પ્રાઇવેટ સેક્રેટરીનો પણ સમાવેશ થાય છે. 

શા માટે બદલાવવામાં આવ્યો નિયમ?
PMOના સૂત્રોએ દાવો કર્યો છે કે નવી સિસ્ટમ પીએસ દ્વારા ભૂતપૂર્વ પ્રધાનની અયોગ્યતાના સંદર્ભમાં કરવામાં આવ્યો છે, જે મંત્રીઓને બદલી દેવામાં આવ્યા છે. ઓછામાં ઓછા ત્રણ કેબિનેટ પ્રધાનો એવા છે જેમના મોદી સરકારમાં પીએસ ક્યારેય નહોતા, પીએમઓએ તેમની ભલામણોને નકારી દેતાં તેમણે પીએમઓએ સૂચવેલા નામો સ્વીકારવાને બદલે પીએસ સાથે કામ કરવાનું પસંદ કર્યું હતું.

આ અગાઉ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતો હતો કે પ્રધાનમંત્રીની ઓફિસ દરેક બાબતોમાં ચંચુપાત કરી પોતાનું ધાર્યું જ કરે છે. એવામાં વધુ એક વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવતા તેના કેવા પડઘા પડશ તે જોવું રહ્યું.  


 

સંકળાયેલા મુદ્દાઓ

India Narendra Modi PMO Private Secretary પીએમઓ PMO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ