બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'ઈન્દીરા ગાંધી મધર ઓફ ઈન્ડીયા, કોંગ્રેસ નેતા મારા ગુરુ', કેરળ ભાજપ સાંસદે જોરદાર વખાણ કર્યાં
Last Updated: 05:16 PM, 15 June 2024
કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેરળના પ્રથમ અને એકમાત્ર લોકસભા સાંસદ સુરેશ ગોપીએ એક નિવેદન આપીને રાજકીય વર્તૂળમાં ચર્ચા જગાવી છે. સુરેશ ગોપીએ ઈન્દિરા ગાંધીને 'ભારતની માતા' અને કોંગ્રેસના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી કે. કરુણાકરનને "હિંમતવાન પ્રશાસક" ગણાવ્યાં છે. ગોપીએ કહ્યું કે તેઓ ઈન્દિરા ગાંધીને "ભારતની માતા" માને છે, જ્યારે કરુણાકરણ તેમના માટે "રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના પિતા" હતા. તેમણે સ્પષ્ટતા કરી કે કરુણાકરણને કેરળમાં કોંગ્રેસના "પિતા" કહેવાથી દક્ષિણ રાજ્યની સૌથી જૂની પાર્ટીના સ્થાપકો અથવા સહ-સ્થાપકોનો કોઈ અનાદર નથી. પંકુન્નમ સ્થિત કરુણાકરણના સ્મારક 'મુરલી મંદિર'ની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.
ADVERTISEMENT
કોણ છે સુરેશ ગોપી
સુરેશ ગોપી કેરળના ભાજપના પ્રથમ અને એકમાત્ર લોકસભા સાંસદ છે. તેમણે કરુણાકરણના પુત્ર અને કોંગ્રેસના નેતા કે મુરલીધરનને કેરળની થ્રિસુર લોકસભા મતવિસ્તારમાંથી હરાવ્યા છે. આ બેઠક પર ત્રિકોણીય મુકાબલો હતો જેમાં કોંગ્રેસ, ભાજપ અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવારો વચ્ચે જોરદાર જંગ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના વખાણ કર્યાં
સુરેશ ગોપીએ કોંગ્રેસના દિગ્ગજ નેતાની વહીવટી ક્ષમતાઓની પ્રશંસા કરી હતી અને તેમને તેમની પેઢીના "હિંમતવાન વહીવટકર્તા" તરીકે વર્ણવ્યા હતા. હું 2019 માં પણ મુરલી મંદિરની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પીઢ નેતાની પુત્રી પદ્મજા વેણુગોપાલે રાજકીય કારણોસર તેમને નિરાશ કર્યા હતા. વેણુગોપાલ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે. બાદમાં સુરેશ ગોપીએ શહેરના પ્રખ્યાત લોર્ડે માતા ચર્ચની પણ મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.