પ્રહલાદ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સાધ્યું હતું નિશાન
લોકોએ મંત્રીજીની ક્લાસ લગાવી દીધી
પહેલા પણ ઘણા વિષયો પર આમને સામને આવી ગયા છે કેન્દ્ર અને દિલ્હી સરકાર
સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખ્યીને ત્રિરંગાને ખોટી રીતે લગાવવા બદલ પ્રશ્નો કર્યા છે. પ્રહલાદ પટેલ દ્વારા પત્રમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ વખતે બેકગ્રાઉન્ડમાં જે ત્રિરંગો લગાવવામાં આવ્યો છે જે ત્રિરંગો બરાબર રીતે ન હતો. આ ભુલને તરત જ સુધારી દેવામાં આવે.
દિલ્હીના મુખ્ય મંત્રી ત્રિરંગાનું અપમાન કરી રહ્યા છેઃ પ્રહલાદ પટેલે
સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે, "અરવિંદ કેજરીવાલ બેકગ્રાઉન્ડમાં જે રીતે બેકગ્રાઉન્ડમાં લીલા કરલને દર્શાવે છે, એવું લાગી રહ્યું છે કે સફેદ ભાગને ઓછો કરી તેમાં લીલા રંગને જોડી દેવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય ધ્વજનું અપમાન છે. દિલ્હીના મુખ્ય મંત્રી ત્રિરંગાનું અપમાન કરી રહ્યા છે." મંત્રીએ પત્ર લખીને જે વિવાદ ઉભો કર્યો છે તેનાથી પ્રશ્ન એ ઉભો થાય છે કે, આવી મહામારીના સમયમાં પણ મંત્રી આવા મુદ્દાઓ ઉઠાવીને મીડિયાનું અને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હાલ મહામારીના સમયમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન લોકોના જીવ કઈ રીતે બચાવી શકાય તેના પર હોવું જોઈએ. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે પ્રહલાદ પટેલે પોતાના વ્યસ્ત સ્કેડ્યુલમાંથી સમય કાઢીને આવો પત્ર CM કેજરીવાલને મોકલ્યો છે.
પહેલા પણ ઘણા વિષયો પર આમને સામને આવી ગયા છે કેન્દ્ર અને દિલ્હી સરકાર
મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અવરવિંદ કેજરીવાલ જેટલી વખત પ્રેસકોન્ફરન્સ સંબોધિત કરે છે. તેમની પાછળ ત્રિરંગો લગાવવામાં આવે છે. આ ત્રિરંગો યોગ્ય રીતે લગાવવાની માંગ ઉઠી છે. તેને નિયમ પ્રમાણે ન લાગાવવાને લઈને વિવાદ થયો છે. પહેલા પણ દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ચુકી છે. પહેલા ઓક્સિજનને લઈને તો હવે વેક્સિનને લઈને કેજરીવાલે કેન્દ્ર પર હુમલો બોલ્યો છે. કેજરીવાલનો આરોપ છે કે કેન્દ્ર સરકાર વેક્સિનની સપ્લાય નથી કરી રહી.