લોકસભા ચૂંટણીનાં એગ્ઝિટ પોલનાં પરિણામોથી ઉત્સાહિત ફિલ્મ મેકર્સે સોમવારનાં રોજ ફિલ્મનું નવું પોસ્ટર રજૂ કર્યુ. ફિલ્મની એક સ્પેશિયલ સ્ક્રીનિંગ આજ સાંજનાં દિલ્હીમાં પણ રાખવામાં આવેલ છે. જેમાં બીજેપીનાં તમામ મોટા નેતાઓને આમંત્રિત કરવામાં આવેલ છે. ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી આ શુક્રવારનાં રોજ રિલીઝ થઇ રહી છે.
પ્રધાનમંત્રી મોદીનાં બાળપણથી લઇને પ્રધાનમંત્રી બનવા સુધીની વાર્તા દેખાડતી ફિલ્મ પીએમ મોદીને પહેલી લોકસભા ચૂંટણીનાં પ્રથમ ચરણનાં મતદાનની સાથે જ રિલીઝ કરવાનું હતું. પરંતુ રાજનીતિક દળોની ફરિયાદ પર બોમ્બે હાઇકોર્ટથી લઇને સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી આયોગ સુધી પહોંચ્યા બાદ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. હવે અંતિમ ચરણ સુધીનું મતદાન ખતમ થયા બાદ ફિલ્મને લઇને ફરીથી હલચલ તેજ થઇ છે.
Nagpur, Maharashtra: Union Minister Nitin Gadkari and actor Vivek Oberoi launch poster of biopic 'PM Narendra Modi' pic.twitter.com/bUuwSBGLsQ
— ANI (@ANI) May 20, 2019
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકની રિલીઝ તારીખ નક્કી થઇ ગઇ છે. ફિલ્મનાં મેકર્સે લોકસભા ચૂંટણીનાં પરિણામમાં આગામી દિવસે (24મે)નાં રોજ આ બાયોપિક રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં એક્ટર વિવેક ઓબરોયે નરેન્દ્ર મોદીનું કેરેક્ટર પ્લે કર્યુ છે.
પહેલા આ ફિલ્મ 5 એપ્રિલ, પછી 11 એપ્રિલનાં રિલીઝ થવાની હતી, પરંતુ ચૂંટણી પંચ દ્વારા તેનાં પર રોક લગાવી દેવાઇ હતી. ફિલ્મનાં પ્રોડ્યુસર સંદીપ સિંહે પણ કહ્યું હતું કે, ''અમે ચૂંટણીપંચનાં નિર્ણય અનુસાર, ચૂંટણી પરિણામ પછી ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.'' ત્યારે હવે આ બાયોપિકનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં પીએમ મોદીની જીત વ્યક્ત કરાઇ છે.