Union Minister Mansukh Mandvia has made a big announcement for farmers regarding fertilizer price hike
BIG NEWS /
ખેડૂતોને હાશકારો: ખાતરના વધતાં ભાવ અંગે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની મોટી જાહેરાત
Team VTV03:54 PM, 18 Oct 21
| Updated: 06:49 PM, 18 Oct 21
ખાતરના ભાવ વધારાની વાતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા પણ કેન્દ્ર સરકારે આજે કરેલી જાહેરાત બાદ ખેડૂતોને મોટી રાહત મળી છે.
ખાતરના ભાવ અંગે કેન્દ્રીય મંત્રીનું નિવેદન
ખાતરના ભાવ વધતા સબસિડી વધારાઇ
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધ્યા ખાતરના ભાવ
ખાતરના ભાવ વધારા વચ્ચે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરી, ખેડૂતોને મોટી રાહત આપતા કહ્યું નવા વધારેલા ભાવ પ્રમાણે સબસિડીમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. કેટલીક કંપનીએ ખાતરમાં ભાવ વધારો કર્યો હતો જે પાછો ખેચવા સૂચના આપી દેવામાં આવી છે.
રાજ્યમાં ખાતરનાં ભાવ અંગે અસમંજસ જેવી સ્થિતિ વચ્ચે ભાવ વધારાથી ખેડૂતોની કમર તૂટી રહી છે .આ વચ્ચે ગુજરાતના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયાએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ખેડૂતો પર ખાતર વધારોનો કોઈ પણ બોજ નાખવામાં આવશે નહીં. સરકાર ખાતરની સબસિડીમાં વધારો કરી પહેલા પ્રમાણે જ હાલ ખેડૂતોને ખાતર મળી રહે તે માટે કટિબધ્ધ છીએ. સાથે જ તેમણે કયા ખાતરની સબસીડીમાં સરકારે કેટલો વધારો કર્યો તેની પણ માહિતી આપી હતી.
સરકારની જાહેરાત બાદ ખેડૂતોને પહેલાના ભાવે જ હવે ખાતર મળી રહેશે ભાવ વધારો થતાં સામે સબસિડીમાં પણ વધારો થયો છે. ખાસ કરીને યુરિયા અને ડીએપી ખાતરનો ખેડૂતો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. આંતર રાષ્ટ્રીય કક્ષાએ ખાતરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. જે બાદ ભારતમાં પણ ખાતર કંપનીઑએ ભાવ વધારો ઝીકયો હતો. પણ સરકારે સબસિડીની વધારી ખાતર કંપનીઑને ભાવ વધારો પાછો ખેચવા સૂચના આપી છે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કોઈ લાભ નહિ?: જયેશ પટેલ પ્રમુખ, ઓલપાડ ચોર્યાસી તાલુકા ખરીદ વેચાણસંઘ
સરકારે રાસાયણિક ખાતર પર સબસિડી જાહેર કરી : જયેશ પટેલ
યુરિયા અને ડીએપી ખાતરના ભાવ નહીં વધે : જયેશ પટેલ
પોટાશ અને ફોસ્ફરસ આધારિત રાસાયણિક ખાતરમાં ભાવ વધશે : જયેશ પટેલ
સબસિડીનો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કોઈ લાભ નહિ : જયેશ પટેલ
"દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે પોટાશ અને ફોસ્ફરસ આધારિત ખાતર ખૂબ જરૂરી"
આંતરરાષ્ટ્રીય બજારની ખાતરના ભાવ પર સીધી અસર : જયેશ પટેલ