કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ શુક્રવારે સુલતાનપુર (ઉત્તરપ્રદેશ)ના તુરબ ખાની ગામમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. તેઓએ કહ્યું કે જો મુસ્લિમ મને વોટ નહીં આપે તો હું તેમને નોકરી નહીં આપી શકું. મને તે જરાય પસંદ નહીં પડે હું મુસ્લિમોના સહયોગ વગર આ ચૂંટણી જીતી જઉ. કોંગ્રેસે આ નિવેદનને અપમાનજનક ગણાવ્યું છે.
મેનકા ગાંધીએ કહ્યું કે, "આવું થવાથી મારી ભાવનાઓને ઠેસ પહોંચે છે. જો બાદમાં મુસ્લિમ મારી પાસે આવી કામ માગશે તો આ અંગે હું વિચારીશ. આનાથી શું ફર્ક પડે છે? બધું મળીને આ નોકરી એક પ્રકારની ડીલ છે."
ગાંધીએ સ્પષ્ટ કર્યુ કે, ''જો મુસ્લિમ તેમને વોટ નહીં આપે તો તેને નોકરીની આશા ન રાખવી જોઈએ. આપણો આ સંબંધ અંદરોદરની સમજણ પર આધારીત છે.''
મેનકાએ કહ્યું કે, "અમે મહાત્મા ગાંધીના બાળકો નથી. એવું નહીં થાય કે તમારા સહયોગ વગર હું તમને સતત સહયોગ આપતી રહું. હું કોઈ જ ભેદભાવ નથી રાખતી. હું માત્ર દુઃખ, દર્દ અને પ્રેમ જોઉ છું. હવે આ બધું તમારા પર છે."
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "હું પહેલાં જ ચૂંટણી જીતી ચૂકી છું. પણ તમને મારી જરૂર પડશે. આવામાં તમારી પાસે તક છે ઈંટ રાખવાની. જ્યારે ચૂંટણી થશે ત્યારે આ બૂથ પરથી 100 વોટ મળશે કે 50? જે બાદ તમે મારી પાસે રોજગાર માટે આવશો ત્યારે હું જોઈશ... ?"
મેનકાએ કહ્યું, "તમે પીલીભીતમાં કોઈને પણ પૂછી શકો છો કે મેં કઈ રીતે કામ કર્યું છે. જો બાદમાં પણ તમને લાગે છે કે મેં પર્યાપ્ત કામ નથી કર્યો તો તમારે નક્કી કરવાનું છે કે મને વોટ આપવો કે નહીં?"