બ્રેકિંગ ન્યુઝ
VTV / Union Minister Jitendra Singh asks IAS officers to ensure that no citizen is turned away empty handed from their offices
Hiralal
Last Updated: 08:35 PM, 17 July 2022
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે નવા IAS અધિકારીઓને માનવતાનો પહેલો પાઠ ભણાવ્યો છે. 2020ની બેચના આઈએએસ અધિકારીઓ સાથેની મુલાકાતમાં જિતેન્દ્ર સિંહે કહ્યું કે 2020ની બેચના આઈએએસ અધિકારી 2047ના વર્ષ સાથે મજબૂત લિંક ધરાવે છે જ્યારે ભારતની આઝાદીને 100 વર્ષ પુરા થશે, તેમની પાસે ભારતને સેન્ટીનરી બનાવવા યોગદાન આપવાની વિશેષ તક અને અધિકાર રહેશે.
Union Minister Jitendra Singh asks newly inducted Indian Administrative Service (IAS) officers to remain grounded and to ensure that no citizen, who needs their intervention, is turned away empty handed from their offices
— Press Trust of India (@PTI_News) July 17, 2022
ADVERTISEMENT
મદદ માટે આવતો કોઈ નાગરિક ખાલી પાછો ન જાય તેવું ધ્યાન રાખજો-કેન્દ્રીય મંત્રી
નવા આઈએએસ અધિકારીઓને સંબોધતા મંત્રીએ કહ્યું કે તમારે જમીની સ્તરે જોડાયેલા રહેવું જોઈએ અને ખાતરી રાખવી પડશે કે તમારા દ્વારેથી કોઈ પણ ન્યાય વગર પાછો ન જાય. તેમણે કહ્યું કે મદદ માટે તમારી પાસે આવતો કોઈ નાગરિક ખાલી હાથે પાછો ન જાય તેવી ચીવટ પણ તમારે રાખવી પડશે.
"2020 batch IAS officers have a "destined" link with 2047 when independent India will turn 100.With age and active years of service on their side,they will have opportunity and privilege to contribute to the making of Centenary India": Interaction with Asstt Secretaries pic.twitter.com/hDOoCYVSJv
— Dr Jitendra Singh (@DrJitendraSingh) July 17, 2022
જિતેન્દ્ર સિંહે લીધા 2020ના IASના ક્લાસ
દિલ્હીમાં રવિવારે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે 2020ના આઈએએસ અધિકારીઓ સાથે સંવાદ યોજ્યો હતો અને તેમને લોકોનું ધ્યાન રાખવાનો આદેશ આપ્યો છે.
લોકો અને જનપ્રતિનિધિઓ સાથે આદરપૂર્ણ વ્યવહાર રાખો
કાર્મિક રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે યુવા અધિકારીઓને જનપ્રતિનિધિઓ પ્રત્યે ખૂબ જ આદરપૂર્ણ વલણ અપનાવવાની અને તેમને ધીરજપૂર્વક સાંભળવાની અને નીતિગત માળખાના પ્રકાશમાં તેમના સૂચનોને તાત્કાલિક ચકાસવાની પણ સલાહ પણ આપી હતી.
સિંહે કહ્યું કે, સરકારને નાગરિક-કેન્દ્રિત બનાવવા માટે, તે મહત્વપૂર્ણ છે કે આપણે રાષ્ટ્રીય શાસનમાં અર્થપૂર્ણ વિનિમય અને ચોક્કસ સુધારણા લાવવા માટે તકનીકીનો ઉપયોગ કરીએ. તેમણે કહ્યું હતું કે, વહીવટીતંત્ર અને શાસન પાસેથી નાગરિકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ વધી રહી છે, ત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ટરનેટ, મોબાઇલ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ વગેરે લોકોનાં જીવનમાં નાટ્યાત્મક પરિવર્તન લાવી શકે છે અને તેઓ વહીવટીતંત્રને લોકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.