કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી નર્મદાની મુલાકાતે છે. અહીં તેઓએ એકતા નગર ખાતે આવેલા યુનિટી રેડિયો સ્ટેશનની મુલાકાત લીધી.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી નર્મદામાં
નર્મદામાં એકતા નગર ખાતે યુનિટી રેડિયો સ્ટેશનની લીધી મુલાકાત
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર રેડીયો જોકીની ભૂમિકામાં જોવા મળ્યા
રેડિયો સ્ટેશનમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર રેડીયો જોકી બન્યા હતા. અનુરાગ ઠાકુર પોતે જાતે રેડીયો જોકીની ભૂમિકામાં જોવા મળ્યા હતાં. અદ્યતન ટેક્નોલોજી અને કેવડિયા રેડિયો સ્ટેશન જોઈને તેઓ પ્રભાવિત થઇ ગયા હતાં. સ્થાનિક આદિવાસી યુવક-યુવતીઓને રેડિયો જોકી બનેલા જોઈને તેઓએ તેમની કામગીરીને બિરદાવી હતી. અનુરાગ ઠાકુરે કેવડિયા રેડીયો સ્ટેશનની વિગતે માહિતી પણ મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, અનુરાગ ઠાકુર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલ પ્રધાનોની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન માટે ગુજરાતના કેવડિયામાં આવ્યા છે. કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે કેવડિયામાં કહ્યું કે, "જો રાજ્ય અને કેન્દ્ર 'ટીમ ઈન્ડિયા'ની ભાવના સાથે આગળ વધશે તો રમત-ગમત અને ખેલાડીઓ વ્યૂહરચના અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરશે અને સ્પર્ધાઓ અને સ્પર્ધાઓનું આયોજન કરશે." જો રાજ્યો અને કેન્દ્ર ટીમ ઈન્ડિયાની ભાવના સાથે નીતિઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈવેન્ટ્સ, સ્પર્ધાઓનું આયોજન કરશે તો રમત-ગમત અને ખેલાડીઓને પ્રગતિ કરવાની તક મળશે. આથી પ્રાદેશિકને બદલે રાષ્ટ્રવ્યાપી અભિગમ અપનાવવો જોઈએ."
રાજ્યોએ હવે એકલા કામ ન કરવું જોઈએ: અનુરાગ ઠાકુર
વધુમાં અનુરાગ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું કે, "જો ભારતમાં રમતગમતને સફળ બનાવવી હોય, તો રાજ્યો અને કેન્દ્રએ પ્રગતિને લક્ષ્યમાં રાખીને નીતિઓ, માળખાકીય સુવિધાઓ અને વ્યૂહરચના ઘડવા માટે સાથે આવવું પડશે. રાજ્યોએ હવે એકલા કામ ન કરવું જોઈએ, પરંતુ 'પ્રાદેશિક'ના બદલે 'રાષ્ટ્રીય અભિગમ' અપનાવવો જોઈએ. એકવાર રાષ્ટ્રીય પરિષદમાં હાજર દરેકને એક થવા અને ભારતને વિશ્વના ટોચના 10 દેશોમાં સ્થાન મેળવવામાં મદદ કરવા વિનંતી કરી હતી. ઘણા સામાન્ય મુદ્દાઓ છે જેનો તમામ રાજ્યો રમતને વિકસાવવાનો પ્રયાસ કરતી વખતે સામનો કરે છે અને કેટલાંક સામાન્ય ઉકેલો છે જે વિચાર-વિમર્શ દ્વારા શોધી શકાય છે."