બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Union Minister Anurag Thakur on a visit to Gujarat

ઇલેક્શન-2022 / 'ગુજરાતમાં યુપી કરતા પણ વધુ સારા પરિણામ મળશે' ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રીનું નિવેદન

Khyati

Last Updated: 09:47 AM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની મુલાકાતે આવ્યા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ગાંધીનગરમાં આયોજિત વૈશ્વિક આયુષ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા

  • કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગુજરાતની મુલાકાતે
  • ગાંધીનગરમાં આયોજિત વૈશ્વિક આયુષ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા
  • ગુજરાત ભાજપનો ગઢ છે: અનુરાગ ઠાકુર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ તો જાણે કે રાજ્યના દિગ્ગજોને ગુજરાતની ધરતી પર આવવાનો મોકો આપી દીધો. એક બાદ એક કેન્દ્રીય કક્ષાના મંત્રીઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા. આ દિવસોમાં અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમોમાં મોરેશિયસ તથા whoના મહાનિર્દેશક સહિત અન્ય રાજકીય દિગ્ગજો પણ ખાસ હાજર રહ્યા હતા.   બ્રિટનના પીએમ પણ અમદાવાદની મુલાકાત લઇ ગયા ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

યુપી કરતા પણ સારા પરિણામ મળશે- અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગુજરાતની મુલાકાતે છે. તેઓ  ગાંધીનગરમાં આયોજિત વૈશ્વિક આયુષ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ પ્રસંગે તેઓએ પત્રકારો સાથે વાત કરતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મહત્વનું નિવેદન આપ્યું. તેઓએ દાવો કર્યો કે ગુજરાતમાં યુપી કરતા પણ વધારે સારા પરિણામ મળશે. ગુજરાત એ ભાજપનો ગઢ છે. તો આવનારી ચૂંટણીની તૈયારીઓ અંગે જણાવ્યુ કે  સંગઠનના હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરીશું.

PM મોદીના હસ્તે આયુષ સમિટનો પ્રારંભ

20 એપ્રિલના રોજ PM નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટ 2022નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ તથા  WHOના મહાનિર્દેશક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે.  જેમાં 100 જેટલા વિવિધ સ્ટોલ તૈયાર કરાયા છે. દેશ અને વિદેશના મેડિસિન રિસર્ચ કંપનીઓ લઈ ભાગ લઇ રહી છે. સમિટના ઉદ્ઘાટન વખતે પીએમ મોદીએ  આયુષ ક્ષેત્રમાં પણ વધારેમાં વધારે પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા પર ભાર મૂક્યો હતો.  તેમજલ   વિદેશી નાગરિકો ભારત આવીને આયુષ ઉપચારનો લાભ લઇ શકે તે માટે વિશેષ આયુષ વિઝા શ્રેણી દાખલ કરવાની પણ જાહેરાત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ