Union ib ministry orders the tv channels and directors to include the titles in indian languages
ટેલિવિઝન /
ટીવી કાર્યક્રમને લઈને મોદી સરકારનો નવો આદેશ, જોવા મળશે આ બદલાવ
Team VTV05:26 PM, 14 Jun 19
| Updated: 05:28 PM, 14 Jun 19
કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટીવી ચેનલ સાથે જોડાયેલ આદેશને વ્યક્ત કરતા જણાવ્યું કે, "ટીવી ચેનલ કોઇ પણ સીરીયલ દેખાડે, તે સિરીયલની શરૂઆત અને અંતમાં અનેક વાર આ શોનાં ટાઇટલ માત્ર અંગ્રેજીમાં જોવા મળે છે. ભારતીય ભાષાઓને પ્રમોટ કરવા માટે તમામ ટીવી ચેનલોને એક ઓર્ડર રજૂ કરવામાં આવેલ છે કે આ શોનાં ટાઇટલને ભારતીય ભાષાઓમાં પણ દેખાડાય."
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલોને લઇને એક નવો આદેશ રજૂ કર્યો છે. આ આદેશનો ઉદ્દેશ ભારતીય ભાષાઓનો પ્રચાર પ્રસાર કરવાનો છે. સરકારનાં નિર્ણય અંતર્ગત હવે તમામ ચેનલોનાં શોનાં ટાઇટલ ભારતીય ભાષાઓમાં પણ દેખાડવું ફરજિયાત થશે.
કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટીવી ચેનલ સાથે જોડાયેલ આદેશને વ્યક્ત કરતા જણાવ્યું કે, "ટીવી ચેનલ કોઇ પણ સીરીયલ દેખાડે, તે સિરીયલની શરૂઆત અને અંતમાં અનેક વાર આ શોનાં ટાઇટલ માત્ર અંગ્રેજીમાં જોવા મળે છે. ભારતીય ભાષાઓને પ્રમોટ કરવા માટે તમામ ટીવી ચેનલોને એક ઓર્ડર રજૂ કરવામાં આવેલ છે કે આ શોનાં ટાઇટલને ભારતીય ભાષાઓમાં પણ દેખાડાય."
Union I&B Minister Prakash Javadekar: In addition to Indian language if they want to give titles and credits in English as well, they are free to do so. So we are not restricting anything, we are actually adding the Indian languages. We are issuing such orders for cinema also. https://t.co/aoskzYfTpR
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, "ભારતીય ભાષાઓ સાથે સાથે જો ટીવી ચેનલ અંગ્રેજીમાં પણ ક્રેડિટ આપવા ઇચ્છે છે તો આવું કરવા માટે સ્વતંત્ર છે. અમે કોઇ પણ ચીજ પર પાબંધી નહીં લગાવી રહ્યાં છે. અમે ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપી રહેલ છે. અમે આવો જ આદેશ સિનેમા માટે પણ લાગુ કરવા જઇ રહ્યાં છે."
આ પહેલાં પણ ભાષાને લઇને સરકારે આ મુદ્દા પર ઉઠાવ્યાં હતાં સવાલઃ
આ પહેલાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. જેમાં ત્રિભાષાઇ ફોર્મુલામાં હિન્દીને ફરજિયાત રૂપે ભણાવવાની વાત કરવામાં આવી હતી. દક્ષિણ ભારતીય રાજ્યો, ખાસ કરીને તમિલનાડુમાં આ નવી શિક્ષણ નીતિનાં ડ્રાફ્ટનો ખૂબ વિરોધ થયો હતો જ્યાર બાદ આ ડ્રાફ્ટને પરત લઇ લેવાયો હતો અને આ પસંદગી સ્કૂલો પર છોડી દેવામાં આવી હતી કે ત્રીજી ભાષા તરીકે ભણાવવા માટે તેઓ કઇ ભાષાની પસંદગી કરે છે.