બ્રેકિંગ ન્યુઝ
VTV / union home minister amit shah met sidhu moose family
Pravin
Last Updated: 04:20 PM, 4 June 2022
ADVERTISEMENT
સિદ્ધુ મૂસેવાલાનો પરિવાર આજે ચંડીગઢમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન દિવંગત ગાયકના પિતા ભાવૂક થઈ ગયા હતા. આ મુલાકાતની તસ્વીર સામે આવી ગઈ છે. પંજાબના માનસા જિલ્લામાં ગત 29 મેના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની અજાણ્યા લોકએ કેટલાય રાઉન્ડ ફાયર કરીને હત્યા કરી નાખી હતી. જે બાદ પંજાબના રાજકારણમાં હોબાળો મચ્યો હતો.
Punjabi singer Sidhu Moose Wala’s family met Union Home Minister Amit Shah in Chandigarh.
Sidhu Moose Wala was killed by unknown assailants in Mansa district on 29th May pic.twitter.com/uYBWxNHWRJ
ADVERTISEMENT
— ANI (@ANI) June 4, 2022
તેની સાથે જ પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. એટલુ જ નહીં સિદ્ધુને સતત મળી રહેલી ધમકીઓ વચ્ચે તેમની સુરક્ષા ઘટાડ્યા બાદ તેમની હત્યાથી પંજાબની ભગવંત માન સરકારને પણ વિરોધ સામનો કરવો પડી રહ્યો છે. સિદુધ્ મુસેવાલાના પરિજનોએ સિદ્ધુની હત્યાની તપાસ CBI પાસે કરવાની માગ કરી રહ્યા છે.
શુક્રવારે પંજાબના મુખ્યમંત્રીએ સિદુધ્ના પરિવાર સાથે કરી હતી મુલાકાત
ગૃહમંત્રી અમિત શાહે પહેલા શુક્રવારે પંજાબના સીએમ ભગવંત માને પણ સિદ્ધના પરિવાર સાથે મુલાકાત કરી હતી. જો કે, આ દરમિયાન ભારે વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. આપને જણાવી દઈએ કે, હાલામં જ પંજાબની સરકારે 424 લોકોની સુરક્ષા ઘટાડવાનો નિર્મણ કર્યો હતો, જેમાં સિદ્ધૂ મૂસેવાલાનું નામ પણ સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.