બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / 'કલમ 370 હવે ઈતિહાસ બની..' અમિત શાહે વિધાનસભા ચૂંટણી માટે જાહેર કર્યો સંકલ્પ પત્ર
Last Updated: 05:35 PM, 6 September 2024
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો, જેમાં પરિવારની કોઇ એક મહિલાને વાર્ષિક 18 હજાર રૂપિયાની સહાય આપવાથી લઇ વિદ્યાર્થીઓ માટે ટેબલેટ અને લેપટોપ આપવાની જાહેરાતોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ચૂંટણી ઢંઢેરામાં કઇ કઇ મુખ્ય બાબતોનો સમાવેશ કર્યો છે. તેના પર વિગતવાર નજર કરીએ
જમ્મુ-કાશ્મીર માટે ભાજપના ઠરાવ પત્રના મહત્વના મુદ્દાઓ...
ADVERTISEMENT
-આતંકવાદ અને અલગતાવાદને સંપૂર્ણપણે ખતમ કરીશું અને જમ્મુ-કાશ્મીરને દેશમાં વિકાસ અને પ્રગતિમાં અગ્રેસર બનાવીશું
- મા સન્માન યોજના હેઠળ, દરેક ઘરની સૌથી વરિષ્ઠ મહિલાને દર વર્ષે 18,000 રૂપિયા આપવામાં આવશે. 3- PPNDRY હેઠળ
-ઉજ્વલા લાભાર્થીઓને દર વર્ષે 2 નિશુલ્ક સિલિન્ડર
-PPNDRY અંતર્ગત 5 લાખ રોજગાર
-પ્રગતિ શિક્ષણ યોજનાના અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સંબંધિત ભથ્થા રૂપે 3 હજાર રૂપિયા વાર્ષિક
- JKPSC-UPSC જેવી પરીક્ષાઓ માટે 2 વર્ષ માટે 10 હજાર રૂપિયાની કોચિંગ ફી.
- પરીક્ષા કેન્દ્રો સુધી ટ્રાન્સપોર્ટેશન સંબંધિત ખર્ચ
- ઉચ્ચ કક્ષાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ટેબલેટ-લૅપટૉપ.
- જમ્મુ-કશ્મીરના વિકાસ શ્રીનગરમાં ક્ષેત્રીય વિકાસ બોર્ડ
- જમ્મુ, ડલ સરોવર, અને કશ્મીરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવું.
- નવા ઉદ્યોગો સ્થાપિત કરવામાં આવશે, જેથી રોજગારી સર્જાય.
હાલના વ્યવસાયો અને નાનાં વેપારીઓને આધાર આપવા માટે નીચેના પગલાં લેવામાં આવશે:
-જમ્મુ અને કાશ્મીરમાં 7,000 MSME એકમોની હાલની સમસ્યાઓને દૂર કરવા માટે નવી નીતિ ઘડવામાં આવશે. -
-હાલના બજારો અને વાણિજ્યિક જગ્યાઓમાં કાર્યરત નાના વેપારીઓ અને દુકાનદારોના લીઝ ડીડને નિયમિત કરવા સંબંધિત મુદ્દાઓ સમયમર્યાદામાં ઉકેલવામાં આવશે.
-આ સાથે એકમો અને કામદારોની સમસ્યાઓના નિરાકરણ માટે કડક પગલાં લેવાશે
ચૂંટણી ઢંઢેરામાં અન્ય જાહેરાતો
ભૂમિહીનને જમીન મળશે: અટલ આવાસ યોજના દ્વારા ભૂમિહીન લાભાર્થીઓને 5 મરલા જમીનની મફત ફાળવણી સુનિશ્ચિત કરાશે.
- પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા પરિવારોને મફત વીજળી પ્રદાન કરાશે. જેમાં સૌર ઉપકરણોની સ્થાપના માટે ₹ 10,000 ની સબસિડી પણ આપવામાં આવશે
- વૃદ્ધાવસ્થા, વિધવા અને વિકલાંગતા પેન્શનને ₹1,000 થી વધારી ત્રણ ગણું એટલે કે ₹3,000 કરાશે, જેનાથી નબળા વર્ગો માટે સન્માનજનક જીવન સુનિશ્ચિત થશે.
- આયુષ્માન ભારત આરોગ્ય યોજનાના ₹5 લાખના કવરેજ ઉપરાંત ₹2 લાખ પ્રદાન કરાશે.
- હાલની અને આવનારી સરકારી મેડિકલ કોલેજો દ્વારા 1,000 નવી સીટો ઉમેરીશું.
- અમે PM કિસાન સન્માન નિધિ હેઠળ ₹10,000 પ્રદાન કરીશું, જેમાં હાલના ₹6,000 પર વધારાના ₹4,000નો સમાવેશ થશે, જેનાથી જમ્મુ અને કાશ્મીરમાં ખેડૂતોની પ્રગતિ સુનિશ્ચિત થશે.
- કૃષિ પ્રવૃત્તિઓ માટે વીજળીના દરમાં 50% ઘટાડો કરાશે, જેથી ખેડૂતો માટે સિંચાઈ પંપ અને અન્ય મશીનરી ચલાવવાનું સરળ બનશે.
- સરકારી સેવાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પ્રમોશનમાં અનામતની ખાતરી કરવામાં આવશે
- કાશ્મીર ઘાટીમાં કામ કરતા તમામ કર્મચારીઓ, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અન્ય કર્મચારીઓ માટે ટ્રાન્સફર પોલિસી બનાવવામાં આવશે.
- જમ્મુ અને કાશ્મીરની સરકારી નોકરીઓ અને પોલીસ ભરતીમાં અગ્નિવીરોને 20% ક્વોટા, અને સામાન્ય ક્વોટા પર કોઈ અસર કર્યા વિના જમ્મુ અને કાશ્મીરની અનામત નીતિને અનુસરાશે.
આ પણ વાંચોઃ શરીરની અંદરનો તમામ કચરો બહાર નીકળી જશે, બસ રોજ સવારમાં ખાલી પેટ કરો આ ચીજનું સેવન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.