બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / union hm amit shah says will implement caa once covid vaccination drive is over

BIG NEWS / CAAને લઈને મોટા સમાચાર: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું દેશમાં ક્યારે લાગૂ થશે આ કાયદો

Pravin

Last Updated: 11:22 AM, 3 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2019માં સંસદમાંથી પાસ થયેલા નાગરિકતા સંશોધન કાયદા દેશમાં લાગૂ થવાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટુ નિવેદન આપ્યું છે.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CAA કાયદાને લઈને આપી મોટી જાણકારી
  • દેશમાં ક્યારે લાગૂ થશે તેને લઈને આપી જાણકારી
  • બંગાળના નેતા સાથે મુલાકાત દરમિયાન આ વાત કરી હતી

કેન્દ્ર સરકાર કોવિડ રસીકરણના ત્રીજા અભિયાનની સમાપ્તિ બાદ નાગરિકતા કાનૂન સંશોધન એટલે કે, CAA ને લાગૂ કરશે. મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોવિડ વેક્સિનેશન સમાપ્ત થવા પર CAAને લાગૂ કરવામાં આવશે. નાગરિકતા સંશોધન અધિનિયમ અંતર્ગત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા (હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ) ને નાગરિકતા આપવાની જોગવાઈ છે. 

હકીકતમાં જોઈએ તો, અમિત શાહે આ આશ્વાસન પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીને આપ્યું. જ્યારે તેમણે મંગળવારે સંસદ ભવનમાં તેમની સાથે મુલાકાત કરી અને પશ્ચિમ બંગાળમાં ભાજપના કામકાજની સાથે સાથે સંગઠનના મુદ્દા ઉઠાવ્યા હતા. બેઠક બાદ અધિકારીએ કહ્યું કે, ગૃહમંત્રીએ તેમની સાથે વાત કરી છે કે, કેન્દ્ર સરકાર સીએએ લાંબા સમયથી અટકેલું છે, તેને લાગૂ કરવા સાથે આગળ વધશે, જ્યારે કોવિડ રસીકરણનો ત્રીજો ડોઝ પુરો થઈ જશે. 

શાહે સાથે મુલાકાત કરનારા અધિકારીએ પશ્ચિમ બંગાળમાં સત્તાધારી ટીએમસી સાથે ચાલી રહેલી ભાજપની રાજકીય લડાઈથી સંબંધિત અન્ય મુદ્દા ઉઠાવ્યા હતા. અધિકારીએ કહ્યું કે, તેમણે 100 ટીએમસી નેતાઓની યાદી આપી છે, જેના વિરુદ્ધ ભ્રષ્ટાચાર પર કાર્યવાહી થવી જોઈએ.

અહીં ઉલ્લેખનિય છે કે, સીએએ 11 ડિસેમ્બર 2019ના રોજ સંસદમાંથી પાસ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસે નોટિફાઈ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે હજૂ સુધી આ અધિનિયમ માટે નિયમ નથી બનાવ્યા, જો કે, આ કાયદાનો ખૂબ વિરોધ થયો છે. પણ શાહે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓના જોરદાર વિરોધ છતાં પણ તેને લાગૂ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

CAA  Vaccination amit shah અમિત શાહ રસીકરણ અભિયાન સીએએ કાયદો CAA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ