કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આગામી બજેટને લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને ક્લાઈમેટ ચેન્જ સંબંધિત સેક્ટર એક્સપર્ટ્સની સાથે પ્રી બજેટને લઈને ચર્ચા કરી હતી. બેઠકમાં નિર્મલા સીતારમણ સિવાય નાણાં અને કોર્પોરેટ વિભાગના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર, નાણાં સચિવ ડો. એબી પાંડે, મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બજેટને લઈને નાણામંત્રીની બેઠક
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કરી બેઠક
ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને ક્લાઈમેટ ચેન્જ સંબંધિત સેક્ટર એક્સપર્ટ્સની સાથે કરી ચર્ચા
નાણામંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું છે કે દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2021-22ના સંબંધમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને ક્લાઈમેટ ચેન્જ સંબંધિત સેક્ટર એક્સપર્ટ્સની સાથે વિચાર વિમર્શ કર્યો છે. આ બજેટ ફેબ્રુઆરીમાં સંસદમાં રજૂ થશે.
100 વર્ષમાં નહીં જોયું હોય તેવું બજેટ હશે
આ પહેલાં નાણામંત્રીએ કહ્યું હતું કે આ નવું બજેટ 100 વર્ષમાં નહીં જોયું હોય તેવું બજેટ હશે. કોરોના સંકટના કારણે સરકાર બજેટમાં નવી રણનીતિને રજૂ કરી શકે છે. નાણામંત્રીએ આગામી બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર આપ્યો છે. કેમકે તેનાથી અર્થવ્યવસ્થામાં ટિકાઉ રિકવરી જોવા મળશે. સરકારની કોશિશ છે કે નવા વર્ષમાં અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર આવે અને સરકારનું લક્ષ્ય પૂરું થઈ શકે.
Union Finance Minister Smt. @nsitharaman holding her 6th Pre-Budget consultations with Stakeholders of social sector in connection with the forthcoming Union Budget 2021-22, in New Delhi today. (1/2) pic.twitter.com/Nxh4VdhImC
આ વર્ષે કોરોના મહામારીના કારણે અનેક સેકર્ટર્સ પ્રભાવિત થયા છે ત્યારે દેશની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે, એવામાં બજેટનું મહત્વ વધી ગયું છે. કોરોના મહામારીના કારણે પ્રી બજેટની બેઠક વર્ચ્યુઅલ રીતે કરવામાં આવી રહી છે. સરકાર આ વર્ષે બજેટને લઈને સામાન્ય જનતા પાસે પણ સૂચનો માંગી ચૂકી છે.