નવી સંસદમાં PM મોદીનું મહિલા અનામતને લઈને મોટું એલાન, કહ્યું આ શુભ કામ માટે ઈશ્વરે મને પસંદ કર્યો છે, અમે ગઇકાલે જ કેબિનેટ બેઠકમાં મહિલા અનામતને મંજૂરી આપી છે અને આજે જ એક વિધેયક સંસદમાં રજૂ કરી રહ્યા છીએ.
મહિલા આરક્ષણને 'નારી શક્તિ વંદન એક્ટ' નામ આપ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અટલજીના કાર્યકાળમાં ઘણી વખત મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અમે તેને પાર કરવા માટે ડેટા એકત્ર કરી શક્યા નહીં અને તેના કારણે સપનું અધૂરું રહી ગયું. ભગવાને મને મહિલાઓના સશક્તિકરણ અને તેમની શક્તિને આકાર આપવાનું કામ કરવા માટે પસંદ કર્યો છે. પીએમ મોદીએ મહિલા આરક્ષણને 'નારી શક્તિ વંદન એક્ટ' નામ આપ્યું છે.
VIDEO | "On this historic occasion in the new Parliament building, as the first proceeding of the House, the beginning of all the Parliamentarians opening gateways for women power is being done with this crucial decision. Taking forward our resolve of women-led development, our… pic.twitter.com/hOpxOJnRtt
બિલને મોદી કેબિનેટે વિશેષ સત્ર દરમિયાન મંજૂરી આપી હતી
મહિલા આરક્ષણ બિલને સોમવારે મોદી કેબિનેટે વિશેષ સત્ર દરમિયાન મંજૂરી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેને લોકસભામાં રજૂ કરી શકે છે. આ પહેલીવાર નથી જ્યારે મહિલા અનામત બિલ ગૃહના ટેબલ પર આવશે. 1996થી 27 વર્ષમાં સંસદમાં આ મહત્વનો મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ તે બંને ગૃહમાં પસાર થઈ શક્યું ન હતું. 2010માં તેને રાજ્યસભામાં પણ હોબાળા વચ્ચે પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.