union cabinet approves revision in dth licensing now 100 percent fdi
નિર્ણય /
સરકારે DTH સાથે જોડાયેલા નિયમોમાં કર્યા મોટા ફેરાફાર, દેશના કરોડો નાગરિકો પર પડશે અસર
Team VTV07:22 PM, 23 Dec 20
| Updated: 07:22 PM, 23 Dec 20
કેન્દ્રિય મંત્રીમંડળે બુધવારે ડાયક્ટ ટૂ હોમ (DTH) સેવાને લઇને દિશા-નિર્દેશોમાં સંશોધનને મંજૂરી આપી છે. જેનાથી હવે 20 વર્ષ માટે લાયસન્સ જાહેર કરવામાં આવશે. આ સાથે જ લાયસન્સ ફીના કલેક્શનમાં 1 વર્ષની જગ્યાએ 3 મહિનાના આધારે લેવામાં આવશે.
આ નિર્ણય લેવાને કારણે સરકારની કમાણી પણ થતી રહેશે અને DTH સેવા આપનારી કંપની પર પણ વધુ લોડ નહીં રહે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
6 કરોડ ઘરોમાં DTH કનેક્શન છે
આપને જણાવી દઇએ કે હાલમાં દેશમાં લગભગ 18 કરોડ ટીવી છે. આ 6 કરોડ ઘરોમાં ડીટીએચ કનેક્શન છે. બેઠક બાદ માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું હતું કે માર્ગદર્શિકામાં સુધારો કરવાથી ડીટીએચ ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણ (FDI) માટે માર્ગ મોકળો થશે.
100 ટકા વિદેશી રોકાણની વાત
તેમણે જણાવ્યું હતું કે, વાણિજ્ય મંત્રાલયે ડીટીએચ ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણની વાત કરી હતી પરંતુ સૂચના તથા પ્રસારણ મંત્રાલયના દિશા નિર્દેશોને કારણે એવું થઇ શક્યું નહીં આ દિશા-નિર્દેશોમાં સુધારાની જરૂર છે.
પ્રકાશ જાવડેકરે આપી જાણકારી
જાવડેકરે જણાવ્યું કે, દિશા-નિર્દેશોમાં સંશોધનથી હવે આ ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણ થઇ શકશે. અત્યાર સુધા આ ક્ષેત્રમાં 49 ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણ થતું હતું. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ સંશોધનથી ડીટીએચ માટે લાયસન્સ 10 વર્ષની જગ્યાએ 20 વર્ષ સુધી જાહેર કરવામાં આવશે.