ગત 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટની સૌથી મોટી વાત નવા ટેક્સ સ્લેબ છે. જાણકારોનું કહેવું છે કે, નવા ટેક્સ સ્લેબ લોકોની વચ્ચે ભ્રમ પેદા કરવા માટે લાવવામાં આવ્યો છે. ત્યારે હવે ખુદ નિર્મલા સીતારમણે આ મામલે જવાબ આપ્યો છે.
1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું
નાણામંત્રીએ ટેક્સપેયર્સ પર ટેક્સનું ભારણ ઓછુ થવાનો દાવો કર્યો છે
નાણામંત્રીએ કહ્યું, ટેક્સપેયર કોઇ પ્રેશરમાં ન આવે એ માટે નવી વ્યવસ્થાને વૈકલ્પિક રાખવામાં આવી
નિર્મલા સીતારમણે કહ્યું કે, ટેક્સપેયર અચાનક કોઇ પ્રેશરમાં ન આવે, એટલા માટે નવી વ્યવસ્થાને વૈકલ્પિક રાખવામાં આવી છે. નાણાકીય મંત્રીએ કહ્યું કે, સરકારે ટેક્સ સ્ટ્રક્ચરને સરળ બનાવવાનું પગલુ ઉઠાવ્યું છે. તેના દ્વારા અમે ઇચ્છીએ છીએ કે, અચાનક થનારા બદલાવથી ટેક્સપેયર દબાણમાં ન આવે. લોકોને તેને સમજવા માટે યોગ્ય સમય મળે, તેના માટે નવી અને જુની બંને વ્યવસ્થાઓનો વિકલ્પ રાખવામાં આવ્યો છે.
ટેક્સની નવી વ્યવસ્થા જવાથી શું બચતને મળતું પ્રોત્સાહન સમાપ્ત નહીં થઇ જાય? આ સવાલ પર નાણામંત્રીએ કહ્યું કે, બચત કરવાથી કોઇને રોકવામાં નહીં આવે. તેઓએ કહ્યું, આપ ખર્ચ કરો, બચત કરો, આ પૂર્ણ રીતે આપની પર નિર્ભર છે, પરંતુ આખી વ્યવસ્થામાં સુધાર લાવવા વિશે વિચારવું પડશે.
આપને જણાવીએ કે, નાણામંત્રીએ બજેટમાં ટેક્સના સાત સ્લેબ વાળી નવી વ્યવસ્થાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ તેમા ટેક્સપેયર્સ પર ટેક્સનું ભારણ ઓછુ થવાનો દાવો કર્યો છે. જોકે, નવી વ્યવસ્થામાં ઘણા પ્રકારની ટેક્સ છુટછાટને સમાપ્ત કરી દેવામાં આવી છે.
જુની વ્યવસ્થામાં જ્યાં 5 લાખ સુધી, 5થી 10 લાખ રૂપિયા સુધી અને 10 લાખથી વધારે આવક પર ક્રમશ: 5, 20 અને 30 ટકાના દરથી ઇનકમ ટેક્સ લગાવવાની જોગવાઇ છે. ત્યારે નવા સ્લેબમાં 15 લાખ રૂપિયા સુધી ઇનકમ ટેક્સના વિભિન્ન સ્તરો પર 5, 10, 20, 25 ટકા અને 30 ટકા ના દરે ટેક્સનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
નાણામંત્રીએ કહ્યું કે, કરદાતાનો વિશ્વાસ કાયમ કરવા માટે સરકારે કરદાતા અધિકાર-ઘોષણા પત્ર (ટેક્સપેયર ચાર્ટર) લાવવાની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે, ગુમનામ રીતે આકલન, ટેક્સપેયરને નીચલા સ્તરના અધિકારીઓની હેરાનગતિથી બચવા અને એવા ઘણા ઉપાયો બાદ પણ ટેક્સપેયરને હેરાન કરવા અંગેની ફરિયાદો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.