બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / ટેક્સ સ્લેબની વાત હોય કે 80Cની લિમિટ, સામાન્ય જનતાના 'કેન્દ્ર'માં છે આ આશાઓ

બજેટ 2025 / ટેક્સ સ્લેબની વાત હોય કે 80Cની લિમિટ, સામાન્ય જનતાના 'કેન્દ્ર'માં છે આ આશાઓ

Last Updated: 12:39 PM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિયન બજેટ 2025થી સામાન્ય માણસોને ખાસ્સી અપેક્ષાઓ છે. સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટમાં ફરી એકવાર ફેરફાર કરી શકે છે. ગયા વખતે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ તેમઆ સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટમાં વધારો કરી શકે છે.

ગયા બજેટમાં કેન્દ્ર સરકાર તરફથી અમુક મોટી જાહેરાતો થઈ હતી જેમાં એક સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટમાં વધારાની પણ વાત હતી. નવા ટેક્સ રિજિમ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ 50,000થી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવી છે. આ વખતે મોંઘવારી આરબીઆઇએ સેટ કરેલા સ્તરને પાર કરી ગઈ છે અને અર્થવ્યવસ્થાનો વિકાસ પણ અટક્યો છે એવામાં કેન્દ્ર સરકાર સામાન્ય જનતાને ટેક્સમાં રાહત આપે તેવી આશા સેવાઈ રહી છે.

સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો

સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટમાં ફરી એકવાર ફેરફાર કરી શકે છે. પાછલી વખતે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ તેની લિમિટમાં વધારો કરવામાં આવ્યો હતો. તો આ વખતે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટમાં વધારો થઈ શકે છે. હાલ પગારદાર વ્યક્તિ અને પેન્શનરને જૂની ટેસક સુવિધા હેઠળ 50,000 રૂપિયા અને નવી વ્યવસ્થા હેઠળ 75,000 રૂપિયા પર કાપનો લાભ મળે છે, એક્સપર્ટનું માનવું છે કે આ લિમિટ વધીને 1 લાખ રૂપિયા સુધી થઈ શકે છે.

ટેક્સ સ્લેબમાં ફેરફાર

સરકાર નવા કરવેરા શાસન હેઠળ આવકવેરા સ્લેબમાં વધુ ફેરફારો કરવાનું વિચારી શકે છે જેથી વધુ કરદાતાઓ તેને અપનાવવા માટે પ્રોત્સાહિત થાય. ખાસ કરીને, એવી અટકળો છે કે 20 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકો પર 30% કર દર લાદવામાં આવી શકે છે.

નવી કર વ્યવસ્થા હેઠળ કર સ્લેબ

  • 0-3 લાખ : 0%
  • 3-7 લાખ રૂપિયા: 5%
  • 7-10 લાખ રૂપિયા: 10%
  • 10-12 લાખ રૂપિયા: 15%
  • 12-15 લાખ રૂપિયા: 20%
  • 15 લાખથી વધુ: 30%

કલમ 80C કપાત મર્યાદામાં વધારો

એવી પણ ચર્ચા છે કે આ વખતે કલમ 80C હેઠળ કપાતની મર્યાદા પણ વધારી શકાય છે. હાલમાં, કલમ 80C હેઠળ કપાતની મહત્તમ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે જોકે, ફુગાવા અને કરદાતાઓ પર વધતા નાણાકીય દબાણને કારણે એક્સપર્ટ સરકાર પાસે લિમિટ વધારાની માંગ કરી રહ્યા છે જે ઓછામાં ઓછી વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધી વધી શકે છે.

વધુ વાંચો: લગ્ન સિઝન ટાણે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ગગડીને આટલા આવ્યા ભાવ

ગોલ્ડ પર એક્સપોર્ટ ડયુટી

ભારતની વેપાર ખાધ અંગે ચિંતાઓને કારણે, સરકાર બજેટ 2025 માં સોના પર આયાત ડ્યુટી વધારી શકે છે. હાલમાં, ભારત સોના પર 6% આયાત કર વસૂલ કરે છે, જે અગાઉના 15% થી ઓછો છે. આ ડ્યુટી વધારાથી સોનાની વધુ પડતી આયાત પર અંકુશ આવી શકે છે અને દેશના વેપાર અસંતુલનને ઘટાડી શકાય છે, પરંતુ તેનાથી સ્થાનિક સોનાના ભાવમાં પણ વધારો થઈ શકે છે, જે આંતરરાષ્ટ્રીય બજારના વલણોથી અલગ હોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

80C Limit Standard Deduction Limit Union Budget 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ