બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:16 AM, 23 July 2024
નાણા મંત્રી નિર્મલા સીતારમણે અગાઉના બજેટની જેમ આ વખતના બજેટમાં પણ ખાસ સાડીનું કોમ્બિનેશન જોવા મળ્યું હતું. સીતારમણ આ વખતે સફેદ-ગુલાબી સાડી પહેરી હતી. તેમના હાથમાં બજેટ ટેબલેટ જોવા મળ્યું હતું. આ પછી તેઓ મંજૂરી લેવા બજેટ લઈને રાષ્ટ્રપતિ ભવન ગયાં હતા.
ADVERTISEMENT
#WATCH | Delhi: Finance Minister Nirmala Sitharaman leaves from her residence.
— ANI (@ANI) July 23, 2024
She will present the Union Budget today at the Parliament. pic.twitter.com/FbYIdzVK5Z
વધુ વાંચો : 19 પૈસા ઈન્કમ ટેક્સમાંથી, 18 પૈસા GSTમાંથી, જાણો સરકાર ક્યાં ક્યાંથી કમાય છે?
ADVERTISEMENT
કયા બજેટમાં કઈ સાડી પહેરી?
2024ના વચગાળાના બજેટ માટે વાદળી હેન્ડલૂમ સાડી પહેરી હતી. વાદળી રંગ શાંતિ અને શક્તિનું પ્રતીક છે. નાણામંત્રીએ બજેટ 2023 માટે લાલ રંગની સાડી પસંદ કરી હતી. પરંપરાગત લાલ રંગ પ્રેમ, શક્તિ, બહાદુરી અને પ્રતિબદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. 2022માં નિર્મલા સીતારમણે કોફી રંગની સાડી પહેરી હતી. આ બોમકાઈ સાડી છે જેનું ઉત્પાદન ઓડિશામાં થાય છે.
વધુ વાંચો : 19 પૈસા ઈન્કમ ટેક્સમાંથી, 18 પૈસા GSTમાંથી, જાણો સરકાર ક્યાં ક્યાંથી કમાય છે?
કોરોના કાળમાં લાલ બોર્ડરવાળી ઓફ-વ્હાઈટ રંગની સાડી
કોરોના કાળમાં એટલે કે વર્ષ 2021માં નાણામંત્રીએ લાલ બોર્ડરવાળી ઓફ-વ્હાઈટ રંગની સાડી પહેરી હતી. આ રંગ શાંતિ અને શક્તિનું પ્રતીક છે. 2020માં નાણામંત્રીએ પીળી સાડી પહેરી હતી. પીળો રંગ ઉર્જા અને ઉત્સાહનું પ્રતીક છે. આ બજેટ ભારતીય ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હતું જે 2 કલાક 42 મિનિટનું હતું. 2019માં નાણામંત્રીએ ગુલાબી રંગની સિલ્ક સાડી પહેરી હતી. ગુલાબી રંગ સ્થિરતા અને ગંભીરતાનું પ્રતીક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT