બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / Budget 2024 / ભણશે ભારત ! વિદ્યાર્થીઓને મળશે 10 લાખની એજ્યુકેશન લોન, બજેટમાં મોટું એલાન
Last Updated: 11:49 AM, 23 July 2024
વિદ્યાર્થીઓના ભણતર માટે મોદી સરકારે બજેટમાં મોટું એલાન કર્યું છે. સરકારે વિદ્યાર્થીઓને 10 લાખની એજ્યુકેશન લોન આપવાનું એલાન કર્યું છે. કેન્દ્ર સરકારે મોડલ સ્કીલ લોનમાં સુધારો કર્યો છે જે હેઠળ દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ મળશે. ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખની લોન આપવામાં આવશે.
ADVERTISEMENT
Union Budget 2024-25 proposes revision of Model Skill Loan Scheme to help 25,000 students every year.
— Ministry of Finance (@FinMinIndia) July 23, 2024
E-vouchers for loans upto Rs. 10 lakh for higher education in domestic institutions to be given directly to 1 lakh students every year for annual interest subvention of 3% of… pic.twitter.com/zOFU7EU9e5
પીએમ ગરીબ અન્ય કલ્યાણ યોજના લંબાવાઈ
ADVERTISEMENT
મોદી સરકારે નાણા બજેટમાં પહેલી મોટી જાહેરાત કરતાં પીએમ ગરીબ કલ્યાણ યોજનાને વધુ 5 વર્ષ લંબાવી દીધી છે. મોદી સરકારની આ યોજનામાં ગરીબોને દર મહિને 5 કિલો અનાજ મફતમાં મળે છે. સરકારે હવે વધુ 5 વર્ષ આ યોજનાને લંબાવી હોવાથી ગરીબોનું પેટ ભરાતું રહેશે. કેન્દ્ર સરકારે ગરીબોને મે અને જૂન મહિનામાં ફ્રીમાં રાશન આપવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી 80 કરોડ લોકોને ફાયદો થશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે પણ દેશના ગરીબોને ફ્રીમાં રાશન આપ્યું હતું. જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમે રાશન ડીલર પાસેથી ફ્રીમાં અનાજ મેળવી રહ્યા નથી તો તમે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો.
PM આવાસ યોજના હેઠળ 3 કરોડ વધુ મકાનો
મંગળવારે બજેટ રજૂ કરતી વખતે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને પણ મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના મકાનો બનાવવામાં આવશે. આ યોજના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો માટે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.